Site icon Revoi.in

રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો,હવે કોણ બનશે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ? રેસમાં સૌથી આગળ 3 નામ

Social Share

દિલ્હી: ODI વર્લ્ડ કપ 2023 બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. રવિ શાસ્ત્રી બાદ દ્રવિડે કેપ્ટન રોહિત શર્મા સાથે ભારતીય ટીમની બાગડોર સંભાળી હતી.

રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમે એક વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનની ફાઈનલ, એક T-20 વર્લ્ડ કપ અને એક ODI વર્લ્ડ કપ રમ્યો, પરંતુ ICC ટ્રોફીનો દુષ્કાળ ખતમ થઈ શક્યો નહીં.

વર્લ્ડ કપ પછી ભારત ઓસ્ટ્રેલિયા (IND vs AUS) સામે પાંચ મેચની T20 શ્રેણી રમશે. આવી સ્થિતિમાં કોચ રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ રિન્યૂ થશે કે નહીં તે અંગે હાલ કોઈ માહિતી નથી, પરંતુ કોચ દ્રવિડ પછી આ પદ માટે કયા ત્રણ ખેલાડીઓ પ્રબળ દાવેદાર છે, ચાલો જાણીએ તેમના નામ.

વીવીએસ લક્ષ્મણ

આ યાદીમાં VVS લક્ષ્મણનું નામ નંબર વન પર છે, જેને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદના દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જો દ્રવિડ પોતાનો કરાર નહીં લંબાવશે તો BCCI લક્ષ્મણને મુખ્ય કોચ બનાવવાનું વિચારી શકે છે.

લક્ષ્મણ BCCIમાં NCAના ચીફ તરીકે જોડાયા. કોચ બનતા પહેલા દ્રવિડ NCA ચીફ પણ હતા. લક્ષ્મણને કોચ તરીકે ઘણો અનુભવ છે. તેણે વર્ષ 2013 માં તેની કોચિંગ કારકિર્દીની શરૂઆત કરી, જ્યારે તે સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમમાં મેન્ટર તરીકે જોડાયો. 2021માં BCCIમાં જોડાયા બાદ લક્ષ્મણે નોકરી છોડવી પડી હતી.

અનિલ કુંબલે

ઈન્ટરનેશનલ લેવલ પર 220 મેચ રમી ચૂકેલા પૂર્વ ભારતીય દિગ્ગજ અનિલ કુંબલેનું નામ આ લિસ્ટમાં બીજા ક્રમે છે, જેને આ પદ માટે દાવેદાર માનવામાં આવે છે. તે વર્ષ 2016માં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રહી ચૂક્યા છે, પરંતુ કેપ્ટન વિરાટ કોહલી સાથે મતભેદને કારણે તેણે પોતાનું પદ છોડવું પડ્યું હતું. વર્ષ 2017માં તે કુંબલેના કોચિંગ હેઠળ ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યા હતા.

વીરેન્દ્ર સેહવાગ

આ યાદીમાં ત્રીજા સ્થાને પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગનું નામ છે, જેને પણ આ પદ માટે દાવેદાર માનવામાં આવી રહ્યું છે. સેહવાગ આઈપીએલની કોઈપણ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલો નથી. આવી સ્થિતિમાં તે BCCIમાં જોડાઈ શકે છે.સેહવાગ નિવૃત્તિના બે વર્ષ બાદ જ ભારતીય ટીમનો કોચ બનવા માંગતો હતો. તેણે 2017માં હેડ કોચ માટે અરજી કરી હતી, જો કે સેહવાગ કોચ બનવા માટે તૈયાર હોય તો આ વખતે BCCI પોતે જ તેને કોન્ટ્રાક્ટ આપી શકે છે.