Site icon Revoi.in

ઓડિશા ટ્રેન અકસ્માત બાદ રેલ્વે વિભાગ સતર્ક- તમામ સિગ્નલિંગ રૂમને “ડબલ લોક” કરવાનો આદેશ

Social Share

દિલ્હીઃ- થોડા દિવસો પહેલા ઓડિશાના બાલાસોરમાં જે ત્રિપલ ટ્રેન એકસ્માત સર્જાયો હતો તે હ્દય હચમૂકાવી દે તેવો હતો આ અકસ્માતને લઈને રેલ્વે સુરક્ષા પર અનેક સવાલો ઊભા થયા હતા ત્યાર બાદ સરાકર પણ સતર્ક બની છે ત્યારે હવે રેલ્વે વિભાગે એક મહત્વનો આદેશ જારી કર્યો છે

પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા દિવસનેરેલ્વે બોર્ડે  તેની તમામ સિગ્નલિંગ અસ્કયામતો માટે ‘ડબલ લોક’ વ્યવસ્થાના અમલીકરણનો આદેશ આપ્યો હતો અને જાળવણી કાર્ય પછી ટ્રેનની અવરજવર ફરી શરૂ કરવા માટે પ્રોટોકોલને મજબૂત કરવાના નિર્દેશો પણ જારી કર્યા હતા.

જારી કરવામાં આવેલા આગદેશમાં એમ પણ ઓર્ડરમાં સૂચવવામાં આવ્યું હતું કે “રિલે રૂમમાં પ્રવેશ”ને કારણે “સિગ્નલિંગ સિસ્ટમમાં દખલગીરી થઈ, જેના કારણે કોરોમંડલ એક્સપ્રેસ બાલાસોરમાં લૂપ લાઇનમાં ગઈ અને એક સ્થિર માલસામાન ટ્રેનને અથડાવી, જેના કારણે અકસ્માત થયો”ત્યાર બાદ હવે રેલ્વે સખ્ત પગલા લઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ઓડિશાના બાલાસોર જિલ્લામાં 2 જૂનના રોજ થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટનામાં 280 થી વધુ મુસાફરોના મોત બાદ રેલવે બોર્ડે રેલવે ઝોન માટે ઘણી સૂચનાઓ જારી કરી છે.બોર્ડે ટ્રેન ઓપરેશનલ સિસ્ટમ, રિલે હટ્સ હાઉસિંગ સિગ્નલિંગ અને લેવલ-ક્રોસિંગ અને પોઇન્ટ અને ટ્રેક સર્કિટ સિગ્નલો પર ટેલિકોમ્યુનિકેશન સાધનો સાથેના તમામ રિલે રૂમ માટે “ડબલ-લોક” વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે.

જાણકારી પ્રમાણે જ્યાં સિગ્નલિંગ સિસ્ટમ છે ત્યાં ડબલ લોક કરવા આદેશ કરાયા છે, આ ઉપરાંત હોમ સિગ્નલમાં સૌથી પહેલા ટ્રેનો ઊભી રાખવા અને ત્યારબાદ ગ્રીન સિગ્નલ મળે ત્યારે 30 કિમીથી પણ ઓછી સ્પીડમાં ટ્રેન દોડાવવા પત્ર જાહેર કરાયો છે.

મુંબઈ ડિવિઝન સહિત તમામ 5 ડિવિઝનને પશ્ચિમ રેલવેના પ્રિન્સિપાલ ચીફ ઑપરેટિંગ મેનેજર દ્વારા આદેશ અપાયો છે કે સિગ્નલિંગ સિસ્ટમ હવે રેલ કામગીરી માટે ડબલ લોક કરવા જણાવાયું છે.બાલાસોરમાં ટ્રિપલ ટ્રેન દુર્ઘટના બાદ રેલવે વિભાગે મુસાફરોની સુરક્ષાને ધ્યાને લઇને ડબલ લોકીંગ સિસ્ટમ અમલમાં મુકી છે.બાલાસોરમાં ટ્રિપલ ટ્રેન દુર્ઘટના બાદ રેલવે વિભાગે મુસાફરોની સુરક્ષાને ધ્યાને લઇને ડબલ લોકીંગ સિસ્ટમ અમલમાં મુકી છે.