Site icon Revoi.in

રેલ્વેનો નિર્ણય – માર્ચ મહિના સુધીમાં 75 ટકા મેલ એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન શરુ કરાશે 

Social Share

દિલ્હીઃ-સમગ્ર કોરોના કાળ દરમિયાન ભારતીય રેલ્વેએ અનેક મહત્વના નિર્ણો લઈને દેશની જનતાને સુવિધાઓ પુરી પાડી છે, ભારતીય રેલ્વેએ હવે એક બબીજો ખાસ નિર્ણય લીધો છે, જે અંતર્ગત માર્ચ મહિનાના અંત સુધીમાં અંદાજે 75 ટકા મેલ એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન શરુ કરવામાં આવનાર છે,

આ દરેક ટ્રેનો સ્પેશિયલ શ્રેણીની હશે. જેના કારણે રેલવેની આવકમાં થયેલા નુકસાનની ભરપાઈ કરી શકાશે,આ સાથે સાથે રેલ્વે મુસાફરો માટે સુવિધા પણ વધારવામાં આવશે,આથી વિશેષ કોરોના પ્રોટોકોલ મુજબ હાલમાં રેલ્વે 11 સો થી વધું મેલ એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન કરી રહ્યું  છે.

કોરોનાના લાંબા સમયગાળઆ પછી અન્ય સુવિધાઓમાં ટ્રેનમાં ઈ-કેટરિંગ સેવા પણ ફરીથી શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પસંદગી પામેલારેલ્વે સ્ટેશનો ઉપર વર્તમાન સમયમાં ભોજન આપવાની સુવિધાઓ પણ આપવામાં આવશે. આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે રેલ્વે દ્રારા ટ્રેનમાં હાલ સુધી ભોજન સહિત અનેક વસ્તુઓ લઈ જવા ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને તેનું કારણ હતું કે કોરોનામી મહામારી ,જો કે હવે સ્થિતિ સામાન્ય થતા આ સેવામાં ઠૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમાં રેલ્વેએ કોરોડોનું નુકશાન વેઠવુ પડ્યુ હતું જો કે હવે સ્થિતિ સામાન્ય થતા જ રેલ્વે અનેક ટ્રેનનું સંચાલન કરી રહ્યું છે,આ હેઠળ અનેક સુવિધાઓ પણ આપશે જે થકી હવે રેલ્વેને થયેલું નુકશાનની ભરપાઈ કરી શકાશે.

સાહિન-