Site icon Revoi.in

બાળકો માટે યાત્રાના નિયમોમાં બદલાવ લાવીને રેલ્વેએ 2800 કરોડની જંગી આવક મેળવી

Social Share

દિલ્હીઃ ભારતીય રેલ્વે સતત પોતાના નિયમોમાં બદલાવ લાવીને પોતાની જંગી કમાણીમાં સુઘારો કરી રહી છે ત્યારે હવે બાળકો માટેના યાત્રાના નિયમોમાં ફેરફાર કરીને રેલ્વે એ 2 હજાર 800 કરોડ કમાયા હોવાની બાબત સામે આવી છે.

આ બાબત ત્યારે સામી આવી કે જ્યારે સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ (CRIS) એ માહિતી અધિકાર  હેઠળ સવાલ કરવામાં આવ્યો હતો જેમાં જાણવા મળ્યું કે ભારતીય રેલ્વેએ બાળકો માટે મુસાફરી ભાડાના નિયમોમાં ફેરફાર કરીને સાત વર્ષમાં 2800 કરોડ રૂપિયાની વધારાની આવક મેળવી છે.