Site icon Revoi.in

તમિલનાડુમાં વરસાદને લઈને એલર્ટ – કેટલાક જીલ્લાઓમાં શાળા-કોલેજો બંધ રખાશે

Social Share

ચેન્નઈઃ–  હવામાન વિભાગે દેશના કેટલાક રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જારી કર્યું છે ત્યારે ખાસ કરીને કતર્ણટાકમાં છથએલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસમાં પણ અહી વરસાદની સ્થિતિ તથાવત જોવા મળવાની છે તેવી સ્થિતિમાં હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને એલર્ટ જારી કર્યું છે.

આ સાથે જ અહી કેટલાક જીલ્લાઓમાં  શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે, વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશમાં વરસાદને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તમિલનાડુના માયલાદુથુરાઈ જિલ્લામાં ભારે વરસાદને કારણે 14 નવેમ્બરે શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે.દેશના અન્ય રાજ્યોની જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં તમિલનાડુ અને કેરળમાં વાવાઝોડાની સંભાવના છે.

આ સાથે જ  નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ,ભારતીય કોસ્ટ ગાર્ડ નેવીના તમામ ટીમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. વિભાગે જણાવ્યું હતું કે રવિવારથી આગામી પાંચ દિવસ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે, પરંતુ 15 અને 16 નવેમ્બરે પોર્ટ બ્લેર, કેમ્પબેલ ખાડી, કામોર્ટા અને દિગલીપુર સહિતના ટાપુ જૂથના ભાગોમાં વરસાદની અપેક્ષા છે.

આગામી દિવસોમાં અન્ય અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કેરળમાં 13 અને 14 નવેમ્બરે ભારે વરસાદ થશે. તે જ સમયે, 15 અને 16 નવેમ્બરના રોજ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

આ સિવાય આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આજે કેટલાક દિવસોના વરસાદથી રાહત મળી શકે છે. જો કે આગામી ચાર દિવસમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સિવાય પંજાબમાં આજે હળવો વરસાદ પડી શકે છે, જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થશે અને ઠંડી વધવાની સંભાવના છે.