Site icon Revoi.in

ઉત્તરભારત સહીત કેટલાક રાજ્યોમાં મેઘ તાંડવ, અનેક જગ્યાએ ભારે વરસાદના કારણે પુરની સ્થિતિ

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં વરસાદે માજા મૂકી છે દેશના 8 રાજ્યોમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે જેના કારણે જનજીવન મુશ્કેલ બન્યું છે સાથે જ પુરની સ્થિતિ સર્જાય છે,ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસે પ્રધાનમંત્રી નરનેદ્ર મોદીએ દરેક રાજ્યના અધિકારીઓ પાસેથી પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે જો ઉતત્રભારતની વાત કરીએ તો મુશળધાર વરસાદ અને પૂરના કારણે ઉત્તર ભારતના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં ભારે તબાહી સર્જાઈ છે. હિમાચલ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં તમામ મોટી નદીઓ બન્ને કાંઠે વહેતી થતા જોખમ વધ્યું છે.આ સહીત અનેક જગ્યાઓ પર પહાડો તૂટી રહ્યા છે અને રસ્તાઓ ધોવાઈ રહ્યા છે.

વિતેલા  દિવસને સોમવારે છેલ્લા 24 કલાકમાં વિવિધ રાજ્યોમાં 44 થી વધુ લોકોના વરસાદના કારણઅએ સર્જાયેલી જૂદી જૂદી ઘટનાઓમાં મોત થયા છે. હિમાચલમાં 20 લોકોના મોત થયા છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં આઠના મોત થયા છે.

જો પહાડી રાજ્યોની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે સહિત 900થી વધુ રસ્તાઓ અવરોઘિત બન્યા છે. હજારો લોકો રસ્તા પર ફસાયેલા જોવા મળ્યા  છે.

હિમાચલમાં સતત ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. અત્યાર સુધીમાં 59 લોકોના મોત થયા છે અને 4,000 કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. રાજ્યના કુલુ-મનાલી, મંડી અને ઉપલા વિસ્તારોમાં હજારો લોકો ફસાયેલા છે. મોટાભાગના જિલ્લાઓમાં વીજળી, ફોન અને ઈન્ટરનેટ સેવાઓ પણ ઠપ થઈ ગઈ છે.
કુલ્લુમાં વાદળ ફાટવાને કારણે 100 વીઘા જમીન કોતરમાં ફેરવાઈ ગઈ. મનાલીમાં અનેક વાહનો ધોવાઈ ગયા હતા. મંડીમાં બિયાસ નદી જોખમ વટાવી ચૂકી છે. 113 મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા. સાત રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને 828 થી વધુ રસ્તાઓ હજુ પણ બંધ છે. ટ્રેન અને હવાઈ સેવાઓ ઠપ થઈ ગઈ છે. 

બીજી તચરફ રાજઘાની  દિલ્હીમાં પણ સોમવારે યમુનાએ ખતરાના નિશાનને પાર કરી લીધું હતું. નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથેની બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે અસરગ્રસ્તોને મદદ કરવા માટે જરૂરી તમામ પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.

પીએમ મોદીએ હિમાચલ અને ઉત્તરાખંડના સીએમ  સાથે કરી વાત

પીએમ મોદીએ હિમાચલના સીએમ સુખવિંદર સિંહ સુખુ અને ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી સાથે વાત કર્યા બાદ તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.આ સહીત અસરગ્રસ્ત રાજ્યોમાં NDRFની 39 ટીમો તૈનાત કરવામાં આવી છે. પંજાબમાં 14, હિમાચલમાં 12, ઉત્તરાખંડમાં 8 અને હરિયાણામાં 5 ટીમો છે.પીએમ મોદીએ બનતી તમામ મદદની ખાતરી પણ આપી છે.આ સહીત તમામ શક્ય મદદ માટે અનેક ટિમો તૈનાત કરવા કહ્યું છે.

જો રાજસ્થાનની વાત કરવામાં આવે તો અહી પર વરસાદે માજા મૂકી છે ખાસ કરીને સિરોહી, અજમેર, પાલી અને કરૌલી સહિત 14 જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો હતો, જેમાં માઉન્ટ આબુમાં સૌથી વધુ 231 મીમી વરસાદ નોંધાયો હતો.આ સહીત દેશના જૂદા જૂદા ભાગોમાં વરસાજનું જોર યથાવત છે.