Site icon Revoi.in

દિલ્હી-NCRમાં આજે ફરી વરસાદની સંભાવના,વાયુ પ્રદૂષણથી મળશે રાહત

Social Share

દિલ્હી:દેશની રાજધાની દિલ્હીના હવામાનમાં પલટો જોવા મળશે.તો  પાટનગરના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. રાજધાનીમાં સોમવારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી સેલ્સિયસ હતું. એવામાં, હવામાન વિભાગ અનુસાર, મંગળવારે સવારે ધુમ્મસ અને તે પછી દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.જ્યાં રાત્રે હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે. તો,બુધવારે 25 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે 8 ફેબ્રુઆરીએ પંજાબ અને રાજસ્થાનમાં હળવા વરસાદ બાદ દિવસભર રાજધાની દિલ્હીમાં વિવિધ વિસ્તારોમાં હળવા વાદળો છવાયેલા રહેશે.રાત્રે વરસાદ પછી, પ્રદૂષણ ઓછું થશે અને દિલ્હીની હવામાં પણ ઘણો સુધારો થશે.આવી સ્થિતિમાં આગામી કેટલાક દિવસો સુધી મહત્તમ તાપમાન 20થી નીચે જવાની આશા નથી. 11 ફેબ્રુઆરી પછી હવામાન સાફ થવાની સંભાવના છે. 11 થી 13 ફેબ્રુઆરી દરમિયાન સવારે ગાઢ ધુમ્મસ રહેશે, પરંતુ તે પછી દિવસભર હવામાન ખુલ્લું રહેવાને કારણે આકાશ સ્વચ્છ રહેશે.

ફેબ્રુઆરીનું બીજું અઠવાડિયું શરૂ થઈ ગયું છે,પરંતુ દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હજુ ઠંડીથી રાહત મળે તેમ જણાતું નથી.એક તરફ જ્યાં દિલ્હી ગાઢ ધુમ્મસથી પરેશાન છે તો વચ્ચે ઠંડીની સાથે વરસાદ પણ લોકોને પરેશાન છે. આવી સ્થિતિમાં, દિલ્હીના લોકો માત્ર ઠંડીથી પરેશાન નથી, પરંતુ દિલ્હીના લોકો ઝેરી હવાથી સતત સંઘર્ષ કરી રહ્યા છે. એર ક્વોલિટી મોનિટરિંગ એજન્સી ‘SAFAR’ અનુસાર, 2 ફેબ્રુઆરીએ દિલ્હીનો AQI 319 નોંધવામાં આવ્યો છે, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં માનવામાં આવે છે.