Site icon Revoi.in

દિલ્હીમાં વરસાદથી  રસ્તાઓ પર ટ્રાફીક , બે જૂદી જૂદી ઘટનામાં 2 ના મોત,ટ્રેન સંચાલન પર પડી અસર, ફ્લાઈટને ડાયવર્ટ કરવાની ફરજ પડી

Social Share

દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં વિતેલી સાંજે ભારે વરસાદનું આગમન  થયું હતું.જેને લઈને નજજીવન પર અસર પડી છે, વિતેલા દવિસને સોમવારે બપોર બાદ હવામાનમાં ઝડપી પલટો આવતા સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. લગભગ અડધોઅડધ તોફાન અને વરસાદને કારણે નવી દિલ્હી સહિત ઘણા વિસ્તારોમાં મોટી સંખ્યામાં વૃક્ષો પડી ગયા હતા. એલઆઈસી બિલ્ડીંગ સહિત અન્ય બહુમાળી ઈમારતો સાથે જોડાયેલા વિન્ડો એસી ઉખડી ગયા અને જમીન પર પડ્યા. વૃક્ષો પડતાં અને વિન્ડો એસી પડી જવાથી મોટી સંખ્યામાં વાહનોને નુકસાન થયું હતું. 

બીજી તરફ સાંજના પીક અવર્સ શરૂ થતાં માર્ગો પર વાહન વ્યવહાર ભારે ખોરવાયો હતો. નવી દિલ્હી વિસ્તારના તમામ મુખ્ય રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા. ટ્રાફિકને હલ કરવામાં ભઆરે જહેમત ઉઠાવી પડી હતી.

દો એર સંચાલનની વાત કરવામાં આવે તો હવાઈ સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી. આઠ ફ્લાઈટને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવાની ફરદજ પડી હતી.જ્યારે 70 ફ્લાઈટ મોડી પડી હતી. મોડી રાત સુધી અનેક વિસ્તારોમાં વીજ પુરવઠા વ્યવસ્થાને પણ અસર જોવા મળી હતી 

પ્રાપ્ત જાણકારી પ્રમાણએ ઝાડ પડવાને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને ત્રણ લોકો ઘાયલ થયા હતા, જ્યારે ઘરનું વિઝર ધરાશાયી થવાથી એક વ્યક્તિનું પણ મોત થયું હતું.આમ વિતેલા દિવસના વરસાદે રાજધાની બે લોકોના જીવ લીધા હતા