Site icon Revoi.in

હિમાચલ પ્રદેશમાં વરસાદે મચાવી તબાહી, પર્યટકોની જોવા લાયક સુંદરતા બની ભયાનક

Social Share

શિમલાઃ- દેશભરમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે પહાડી રાજ્યોમાં વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે ખઆસ કરીને જો વાત કરીએ હિમાચલ પ્રદેશની તો અહી પ્રવાસીઓને જોવા લાયકની સુંદરતા હાલની સ્થિતિમાં બદસુરત બની છે,પહાડો ઘસી આવવાથી લઈને રાજ્યની અનેર નદીઓના દળ સ્તર વધ્યા છે .

પ્રાપ્ત માહિતી પ્રમાણે હિમાચલ પ્રદેશમાં વહેતી નદીઓ અને સતત વરસાદને કારણે સર્વત્ર તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી છે કે રાજ્યના મોટાભાગના ડેમો તેમની ક્ષમતા કરતા વધુ પાણીથી છલાકાયા છે જેના કારણે તેનું પાણી અનેક વિસ્તારોમાં ફેલાયું છે.

 હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશ અને અન્ય પહાડી રાજ્યોમાં આગામી કેટલાક દિવસોમાં વરસાદ ચાલુ રહી શકે છે. હવામાન વિભાગની આ ચેતવણીને ધ્યાનમાં રાખીને પ્રશાસને ઘણા ડેમના દજરવાજાઓ ખોલ્યા છે. જેના કારણે ડેમની આસપાસના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે.

હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદનો સમયગાળો ભલે બંધ થઈ ગયો હોય, પરંતુ મુસીબત ઓછી થવાનું નામ નથી લઈ રહી. ભૂસ્ખલન અને મકાન ધરાશાયી થવાની ઘણી ઘટનાઓમાં જાન-માલનું ઘણું નુકસાન થયું ,આ સહીત હિમાચલ પ્રદેશ પોલીસ સતત 72 કલાકથી વધુ સમયથી લોકોને બચાવવામાં લાગેલી છે. વિવિધ વિસ્તારોમાં ફસાયેલા લોકોનો સંપર્ક કરવા માટે પોલીસ ડિરેક્ટોરેટ ખાતે વોર રૂમ બનાવવામાં આવ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોને બચાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં રવિવારના રોજ જાણ વિના ડેમના દરવાજા ખોલાયા હતા ત્યાર બાદ સ્થિતિ વધુ ખરાબ બની અને ઘરો સુઘી પાણી પહોચ્યા હતા. જેને લઈને અચાનક પાણીનું સ્તર એટલું ઊંચું થઈ ગયું કે  દુકાનો ઘરો પાણીમાં ડૂબ્યા હતા.

પુરની સ્થિતિને કારણે હિમાચલ પ્રદેશના જોવા લાયક સ્થળો બદસુરત બનતા જોવા મળ્યા છે અનેક વીડિયોમાં જોવા મળે છે કે પહાડી વિસ્તારોનું હાલત બદતર બની છે,ભેખડો ઘસી આવાવની ઘટનાઓ બની રહી છે તો અનેર રસ્તાઓ અવરોધિત બન્યા છે. સ્થિતિ એવી બની છે કે  ડેમમાંથી છોડાયેલું પાણી નવ ફૂટ સુધી પહોંચી ગયું હતું.  જેના કારણે હવે શહેરોના બજારોમાં પણ પાણી ઘૂસી ગયા છે.