1. Home
  2. Tag "Himachal"

હિમાચલમાં 31 લોકોના મોત, ભૂસ્ખલનને કારણે 53 રસ્તા બંધ, ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, 20 જૂને ચોમાસાના આગમનથી 27 જૂન સુધીમાં હિમાચલમાં 31 લોકોના મોત થયા છે. 4 લોકો ગુમ છે, જ્યારે 66 લોકો ઘાયલ થયા છે. આમાં સાપ કરડેલા, ડૂબી ગયેલા, માર્ગ અકસ્માતો અને પાણીમાં વહી ગયેલા લોકોના આંકડા […]

હિમાચલમાં બનેલી 45 દવાઓ સહિત દેશમાં બનેલ 186 દવાઓના નમૂના નિષ્ફળ, કંપનીઓને નોટિસ ફટકારવામાં આવી

હિમાચલ પ્રદેશમાં બનેલી 45 દવાઓ સહિત દેશમાં બનેલી 186 દવાઓના નમૂના નિષ્ફળ ગયા છે. જૂનમાં જારી કરાયેલા ડ્રગ એલર્ટમાં, સોલન જિલ્લાની 33 દવા કંપનીઓ, સિરમૌરની નવ અને ઉના જિલ્લાની ત્રણ દવા કંપનીઓના નમૂના નિષ્ફળ ગયા છે. આમાં પેટના કૃમિ મારવા માટેની દવાઓ, હાર્ટબર્ન દૂર કરવા માટેના ઇન્જેક્શન, તાવ દરમિયાન ચેપ દૂર કરવા માટેની દવાઓ, ગેસ્ટ્રિક […]

હિમાચલમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી, વીજળી અને પાણી પુરવઠો ખોરવાયો

શિમલાઃ હિમાચલ પ્રદેશમાં આવેલા ભયંકર વાવાઝોડાએ ભારે વિનાશ અને વ્યાપક વિક્ષેપ સર્જ્યો છે. રાજ્યમાં 50 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. તેમજ વીજળી પડવા અને વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં ભારે નુકસાન થયું હતું. જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું, ખાસ કરીને ચંબા, ડેલહાઉસી, મંડી, કુલ્લુ, હમીરપુર, બિલાસપુર, સોલન અને શિમલામાં જનજીવન ખોરવાયું […]

હિમાચલઃ આસન બેરેજ ખાતે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાનગતિ માણવા આવ્યાં

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશ-ઉત્તરાખંડની સરહદ પર સ્થિત આસન બેરેજ આ દિવસોમાં વિદેશી પક્ષીઓના કિલકિલાટથી ગુંજી રહ્યું છે. સાઈબેરીયન સહિત ભારત અને વિદેશમાંથી સેંકડો રંગબેરંગી મહેમાનો આસન બેરેજ ખાતે આવી રહ્યા છે. શિયાળાની ઋતુમાં અહીં અનેક પ્રકારના પ્રવાસી પક્ષીઓ આવીને વસવાટ કરે છે, જે આ સ્થળની પ્રાકૃતિક સુંદરતા તો વધારે છે જ, પરંતુ પ્રવાસીઓ માટે આકર્ષણનું […]

હિમાચલમાં 100 માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિક અને પીવીસી બેનરો પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ હિમાચલ સરકારે પ્રચાર અને પ્રમોશન માટે ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક અને પીવીસી બેનરો અંગે માર્ગદર્શિકા જારી કરી છે. મુખ્ય સચિવ પ્રબોધ સક્સેના દ્વારા જારી કરાયેલા જાહેરનામા હેઠળ, 100 માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિક અથવા પીવીસી બેનરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે જારી કરાયેલા નિર્દેશો પર, હિમાચલ પ્રદેશ સરકારે આ […]

હિમાચલમાં હિમવર્ષાને પગલે ઉત્તર ભારતમાં શીત લહેરનું મોજુ ફરી વળવાની શકયતા

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં શીત લહેર યથાવત છે. શિમલા અને મનાલી સહિત અન્ય પહાડી વિસ્તારોમાં હિમવર્ષા બાદ મંગળવારે સૂર્યપ્રકાશ જોવા મળ્યો હતો. જો કે મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. મંગળવારે સવારે ધુમ્મસના કારણે બિલાસપુર, ઉના, મંડી અને સુંદરનગરમાં ટ્રાફિક વ્યવસ્થાને અસર થઈ છે. બિલાસપુરમાં વિઝિબિલિટી માત્ર 50 મીટર સુધી મર્યાદિત […]

હિમાચલમાં હિમવર્ષાને પગલે ચાર વ્યક્તિના મોત, 8000 ટૂરિસ્ટનું રેસ્ક્યુ

ક્રિસમસની ઉજવણી વચ્ચે હિમાચલ પ્રદેશના લોકપ્રિય પર્યટન સ્થળો તાજી હિમવર્ષાને કારણે બરફથી ઢંકાઈ ગયા છે. પરિણામે, પ્રવાસીઓના પ્રવાહમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે હિમાચલના શિમલા, કુલ્લુ, મનાલી વગેરે શહેરોમાં લાંબા ટ્રાફિક જામ થાય છે. એટલું જ નહીં, સ્થિતિ એવી બની કે કુલ્લુના ધુંડી અને મનાલી-લેહ હાઈવે પર અટલ ટનલના ઉત્તરી અને દક્ષિણ દરવાજા પર […]

હિમાચલમાં હિમવર્ષાને પગલે જનજીવન ખોરવાયું, 173 રસ્તા બંધ

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં થયેલી હિમવર્ષાને કારણે જનજીવનને માઠી અસર થઈ છે. રાજ્યના 173 માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે, જેમાં ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો સમાવેશ થાય છે. હિમવર્ષાને કારણે માત્ર રસ્તાઓ પરની અવરજવર જ અટકી નથી પરંતુ વીજ પુરવઠો પણ ઠપ થઈ ગયો છે. રાજ્યભરમાં 683 પાવર ટ્રાન્સફોર્મર બંધ છે જેના કારણે અનેક વિસ્તારોમાં વીજ […]

હિમાચલમાં ઠંડીનો ચમકારો, મેદાની વિસ્તારોમાં પારો શૂન્ય પર પહોંચ્યો

નવી દિલ્હીઃ હાલ હિમાચલ પ્રદેશમાં તીવ્ર ઠંડીનું મોજું ચાલી રહ્યું છે. રાજ્યના મેદાની વિસ્તારોમાં તાપમાન શૂન્ય ડિગ્રીએ પહોંચી ગયું છે, જ્યારે પર્વતીય અને આદિવાસી વિસ્તારોમાં તે માઈનસ પર છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદ કે હિમવર્ષાની કોઈ શક્યતા નથી, પરંતુ ઠંડી યથાવત રહેશે. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. […]

હિમાચલમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલનને કારણે 128 રસ્તા બંધ, ચાર જિલ્લામાં પૂરની ચેતવણી

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં ચોમાસું પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ભારે વરસાદ થઈ રહ્યો છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હોવાથી વાહનવ્યવહાર વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ છે. હવામાન વિભાગે 16 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આગામી 24 કલાક દરમિયાન શિમલા, સિરમૌર, કુલ્લુ અને મંડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code