Site icon Revoi.in

માયાનગરી મુંબઈમાં વરસાદનું તાંડવઃ દિવાલ ઘરાશયી થતા 11 લોકોના મોત

Social Share

 

મુંબઈઃ સમગ્ર દેશમાં ચોમાસાની સિઝન ચાલુ થઈ ચૂકી છે ત્યારે દેશમા રાજ્ય મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં હાલ વરસાદનો કહેર જોવા મળી રહ્યો  છે, મુંબઈની સ્થિતિ એટલી વણસી રહી છે કે જેને લઈને અનેક ઘટનાઓ સર્જાઈ રહી છે, જેમાં એક સ્થળે દિવાલ ધરાશયી થવાની ઘટના સામે આવી છે જેમાં 11 લોકોના મોત થવાના સમાચાર સામે આવી રહ્યા છે.

ભારે વરસાદને કારણે મુંબઈ મહારાષ્ટ્રની રાજધાની હાત  દયનીય બની છે.મુંબઇના ચેમ્બુર ભારત નગર વિસ્તારમાં ભૂસ્ખલનથી કેટલાક ઝૂંપડાઓ તૂટી પડ્યા છે, જેમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને કેટલાક મકાનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. હાલમાં બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટસ મુજબ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સનું આ બાબતે  કહવું છે કે, ભૂસ્ખલનાન કારણે  ચેમ્બુરના ભરત નગર વિસ્તારમાં કેટલાક ઝુપડાઓની દિવાલ તૂટી પડતાં તેમાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં. એવું માનવામાં આવે છે કે હજુ પણ ઘણા લોકો અંદર ફસાયેલા હોઈ શકે છે,જો કે હાલ આ સ્થળે તેમને બચાવવાનું કામ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ભારે વરસાદને કારણે ફરી એકવાર મયાનગરીની ગતિ અટકી ગઈ છે. મુંબઈમાં વિતેલી  રાતથી જ ભારે વરસાદ વરસી રહ્યો  છે, જેના કારણે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રસ્તાઓ, ગલીઓ, રેલ્વે પાચાઓ પાણીમાં ગરકાવ થયા છે, અહીં ઘુંટણસમા પાણ ભરાયા હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે.

છેલ્લા ઘણા કલાકોથી વરસી રહેલા  મુશળધાર વરસાદને કારણે મુંબઇના હનુમાન નગરથી કાંદિવલી વિસ્તાર સુધી લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. આજ રોજ સવારે પાણી ભરાતા મુંબઇની જનતાને રોજીંદા કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.