Site icon Revoi.in

રાજસ્થાનઃ જોધપુરમાં તણાવની સ્થિતિ વચ્ચે 6 મે સુધી કર્ફ્યૂ લંબાવાયું – ઈન્ટરનેટ સેવા પણ બંધ

Social Share

જયપુરઃ- છેલ્લા ઘમા સમયથી રાજસ્થાનના જોધપુર જિલ્લામાં હિંસાની ઘટનાઓ બાદ તણાવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે  ઉલ્આલેખનીય છે કે જોધપુરના જલોરી ગેટ સર્કલ પર ધાર્મિક ધ્વજ લગાવવાને લઈને હંગામો થયો હતો. આ દરમિયાન પથ્થરમારામાં પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.આવી સ્થિતિ વચ્ચે  જીલ્લામાં લગાવેલ કર્ફ્યુને 6 મે સુધી લંબાવવામાં આવ્યો છે.

આ અંગે જિલ્લા પોલીસ કમિશનર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “જોધપુર કમિશનરેટ વિસ્તારમાં 3 મેના રોજ લાદવામાં આવેલ કર્ફ્યુને 6 મે સુધી લંબાવવામાં આવ્યો છે. રાયકાબાગ પેલેસ બસ સ્ટેન્ડ અને રાયકાબાગ રેલ્વે સ્ટેશનને કર્ફ્યુથી બહાર રાખવામાં આવ્યા છે.”

જો કે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સાથે તબીબી સેવાઓમાં રોકાયેલા કર્મચારીઓ, બેંક અધિકારીઓ, ન્યાયિક અધિકારીઓ અને મીડિયાકર્મીઓને પણ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે. સાથે જ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આ સાથે જ સમાચાર પત્રોના વિતરણને પણ કર્ફ્યૂમાંથી મૂક્તિ અપાઈ છે.

હિંસાને લઈને જોધપુર જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ પણ  બંધ રાખવામાં આવી છે. આ સાથએ જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ જ  મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે. જો કે હાલની સ્થિતિની વાત કરીએ તો હાલ માહોલમાં શઆંતિ જોવા મળી રહી છે,જિલ્લામાં ઈદના કલાકો પહેલા થયેલી હિંસાના સંદર્ભમાં 140 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને 14 કેસ નોંધવામાં આવ્યા છે.