Site icon Revoi.in

રાજસ્થાનઃ કટ્ટરપંથી રિયાઝ અને ગૌસ મોહમ્મદ 8 જિલ્લામાં ISIS માટે સ્લીપર સેલ બનાવતા હતા

Social Share

નવી દિલ્હીઃ ઉદયપુરના કન્હૈયાલાલની ઘાતકી હત્યાના આરોપીઓ સામે સમગ્ર દેશમાં ગુસ્સો છે. જોકે, બંને આરોપી રિયાઝ અહેમદ અને ગૌસ મોહમ્મદ હાલમાં પોલીસની કસ્ટડીમાં છે. NIAએ ગૌસ અને રિયાઝ વિશે મોટો ખુલાસો કર્યો છે. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર રિયાઝ અને મોહમ્મદ ગૌસ મોહમ્મદ રાજસ્થાનના 8 જિલ્લામાં ISIS માટે સ્લીપર સેલ બનાવતા હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર બંને કટ્ટરપંથીઓ ઉદયપુર, ભીલવાડા, અજમેર, રાજસમંદ, ટોંક, બુંદી, બાંસવાડા, જોધપુર જિલ્લામાં ધર્મના નામે યુવાનોનું બ્રેઈનવોશ કરતા હતા. ગરીબ અને બેરોજગાર યુવાનોને ઉશ્કેરીને સ્લીપર સેલ બનાવતા હતા. એવી આશંકા છે કે આ સ્લીપર સેલ ISIS માટે બનાવવામાં આવી રહ્યા હતા. આ માટે આરબ દેશોમાંથી ફંડિંગ પણ કરવામાં આવ્યું હતું.

બંને આરોપીઓએ કરૌલી, જોધપુર, ભીલવાડા બાદ ઉદયપુરમાં કોમી રમખાણો ભડકાવવા માટે કન્હૈયાલાલની હત્યા કરી હતી. 2014માં બંને 30 લોકો સાથે પાકિસ્તાનના કરાચી ગયા હતા અને ટ્રેનિંગ લીધી હતી. બંનેની સાથે ઉદયપુરના વસીમ અખ્તરી અને અખ્તર રાજા પણ હતા. તેમને કરાચીમાં આતંકવાદી સંગઠનોએ તાલીમ આપી હતી. 45 દિવસની તાલીમ બાદ, બંને 1 ફેબ્રુઆરી 2014ના રોજ ભારત પરત ફર્યા હતા અને બંને દાવત-એ-ઈસ્લામી અને પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરીક-એ-લબ્બેકના સંપર્કમાં હતા.

રિયાઝ અને ગૌસ મોહમ્મદ 2014 અને 2019માં સાઉદી અરેબિયા અને 2017-18માં નેપાળ ફંડિંગ માટે ગયા હતા. સાઉદી અરેબિયામાં તે દાવતે-એ-ઈસ્લામ સંગઠન સાથે સંકળાયેલા સલમાન અને અબુ ઈબ્રાહિમ સાથે સતત સંપર્કમાં હતો.