Site icon Revoi.in

ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે રાજેન્દ્ર ખીમાણીની નિમણૂક હાલ પૂરતી રદ કરાઈ

Social Share

અમદાવાદઃ-ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા થોડા સમય પહેલા જ નવા કુલનાયક તરીકે ડૉ.રાજેન્દ્ર ખિમાણીની વરણી કરવામાં આવી હતી, સર્ચ કમિટીની પ્રક્રિયા સામે થયેલી ફરિયાદને આધારે યુજીસીએ વિદ્યાપીઠને હાલ પુરતી તમામ પ્રક્રિયા સ્થગિત કરી દેવાના આદેશ આપ્યા છે.જેને લઈને  સર્ચ કમિટી ત્રણ સભ્યોના નામે સાથે કુલપતિને આપવામાં આવેલ રિપોર્ટ પણ હવે હાલ પુરતો રદ થશે તો સાથે સાથે હવે  ડૉ.રાજેન્દ્ર ખિમાણીની કુલનાયક પદ તરીકેની વરણી પર હાલ પુરતી સ્થગિત થઈ ગઈ છે.

ગૂજરાત વિદ્યાપીઠના હાલના કુલનાયક એવા ડૉ.અનામિક શાહની બીજી ટર્મ ૩૧મી ડિસેમ્બરના રોજ પૂરી થનાર છે તેવા સમયે નવા કુલનાયકની પસંદગી માટે વિદ્યાપીઠ દ્વારા રચવામાં આવેલી ત્રણ સભ્યોની સર્ચ કમિટીએ અરજીઓ મંગાવીને ત્રણ નામોની પસંદગી કરેલો એક રિપોર્ટ પણ કુલપતિને સોંપી  દીધો છે.ત્યા

જો કે હવે વિદ્યાપીઠે  કુલનાયક પદની વરણીની તમામ પ્રક્રિયાને અટકાવવી પડી છે, આ વરણી યૂજીસીના ઘારાનિયમો પ્રમાણે નથી થઈ એવી અટકળોએ જોર પકડ્યું છે, જેને લઈને હાલ પુરતી કુલનાયકની વરણી સ્થગિત કરવાની ફરજ પડી છે.

સાહિન-