Site icon Revoi.in

રાજીવ કુમારે નીતિ આયોગના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું,અર્થશાસ્ત્રી સુમન બેરી આગામી ઉપાધ્યક્ષ બનશે

Social Share

દિલ્હી:નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.રાજીવ કુમાર ઘણા વર્ષો સુધી આ પદ પર રહ્યા.રાજીવ કુમારની જગ્યાએ હવે ડૉ. સુમન કે બેરીને નીતિ આયોગના ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.

સુમન કે બેરી 1 મેથી નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે.જોકે રાજીવ કુમારના રાજીનામાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

રાજીવ કુમાર નીતિ આયોગના બીજા ઉપાધ્યક્ષ હતા.2014માં પ્રથમ વખત સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે આયોજન પંચનું નામ બદલીને નીતિ આયોગ રાખ્યું.ત્યારબાદ અરવિંદ પનાગરિયાને નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા.

રાજીવ કુમાર સપ્ટેમ્બર 2017થી સરકારની થિંક ટેન્કના વીસી છે. આ ઉપરાંત, તેઓ ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઑફ પોલિટિક્સ એન્ડ ઇકોનોમિક્સ, પૂણેના ચાન્સેલર અને ગિરી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમેન્ટ સ્ટડીઝ, લખનઉના બોર્ડ ઑફ ગવર્નર્સના અધ્યક્ષ તરીકે પણ સેવા આપે છે.

તેમણે 2004-2006 દરમિયાન કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) ના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે અને 2011-2013 દરમિયાન ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) ના સેક્રેટરી જનરલ તરીકે પણ સેવા આપી હતી.તેમણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સેન્ટ્રલ બોર્ડ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના સેન્ટ્રલ બોર્ડમાં બે ટર્મ સેવા આપી છે.