Site icon Revoi.in

રાજકોટ: ફરાળી વાનગીઓ બનાવનારને ત્યાં RMCના ફુડ વિભાગે કરી તપાસ

Social Share

રાજકોટ: અત્યારે શિવજીનો મહિનો એટલે કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, હજારો ભક્તો શિવજીને રીઝવવા માટે ઉપવાસ કરે છે, કોઈ એક દિવસ સોમવાર ઉપવાસ કરે છે તો કોઈ આખો મહિનો ઉપવાસ કરે છે જેમાં તેઓ દિવસમાં એક જ વાર જમે છે. આખો મહિનો ફરાળ કરતા લોકોની તબિયત ન બગડે તે માટે મહાનગર પાલિકા દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી છે.

મહાનગર પાલિકાના ફુડ વિભાગ દ્વારા શહેરમાં ફરાળી વસ્તુઓને વેચતા દુકાનદારોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી. વધુ જાણકારી અનુસાર ફરાળી પેટીશમાં મફાઈનો લોટ ભેળસેળ કરવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહતદરે ફરાળી પેટિશનું વેચાણ કરવામાં આવતું હતુ અને જે સ્થળેથી જેટલા પ્રમાણમાં અખાદ્ય વસ્તુ મળી છે તેનો નાશ કરવામાં આવ્યો છે.