Site icon Revoi.in

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની આર્થિક હાલત કથળી, હવે મિલકતો વેચીને આવક ઊભી કરાશે

Social Share

રાજકોટઃ શહેરના મ્યુનિ કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની સારી એવી આવક થાય છે, તેમજ સરકાર તરફથી પણ સારૂએવુ  અનુદામ મળી રહ્યું છે, ઉપરાંત વિકાસ કામો માટે કેન્દ્રિય ગ્રાન્ટ પણ મળતી હોય છે. આમ છતાં મ્યુનિ.કોર્પોરેશનની આર્થિક હાલત કથળી હોવાનું કહેવાય છે. વહિવટમાં કરકસર કરતી નથી. અણઘડ ખર્ચ કરતો હોવાનો પણ વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની તિજોરી હવે ખાલી થઇ ગઇ છે. વિકાસના અનેક કામો રુપિયા ન હોવાને કારણે અટવાઇ પડ્યા છે. ત્યારે હવે ખાલી તિજોરીને ભરવા માટે મ્યુનિ.કોર્પોરેશન મિલકતોની હરાજી કરશે.  શહેરની 500થી વધારે મિલકતોની તબક્કાવાર હરાજી કરવામાં આવશે. એપ્રિલ મહિનામાં મિલકતોની હરરાજી કરીને 100 કરોડ જેટલી રકમ એકત્ર કરવાનો લક્ષ્યાંક છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન આર્થિક સદ્ધરતા માટે રૂપિયા 200 કરોડની લોન લેશે. રાજકોટ મ્યુનિ.ની તિજોરી તળીયા ઝાટક થઇ ગઇ છે અને વિકાસના અનેક કામો અટવાઇ પડ્યા છે. ત્યારે આર્થિક પાયમાલીનો સામનો કરી રહેલી મ્યુનિ.કોર્પોરેશન આર્થિક સદ્ધરતા માટે 60 કરોડની ડિપોઝિટ મુકી 200 કરોડની લોન લેશે. રાજકોટ મ્યુનિની આવક 1050 કરોડ છે. જોકે તેની સામે રૂપિયા 1200 કરોડનો ખર્ચ થતા મનપાની આર્થિક સ્થિતિ લથડી પડી છે. જોકે મેયર પ્રદિપ ડવે દાવો કર્યો છે કે લોનનું ભારણ પ્રજા પર નહીં પડે.   નાણાની કટોકટીનો સામનો કરી રહેલી રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન જપ્ત મિલકતની હરાજી દ્વારા તિજોરી ભરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. મ્યુનિ.એ તબક્કાવાર 500થી વધુ વેરો બાકી હોય તેવી મિલકતો જપ્ત કરી છે. જેની હરાજી કરીને 100 કરોડ રૂપિયા એકઠાં કરવાનો લક્ષ્યાંક છે. એપ્રિલ મહિનામાં 180 મિલકતોની હરાજી કરાશે અને 46 કરોડની આવક થશે. મહત્વનું છે કે 1 લાખથી વધુ બાકી વેરા વાળી મિલકતોને સીલ કરાય છે.