Site icon Revoi.in

રાજકોટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા Ph.Dની પ્રવેશ પરીક્ષા લેવાશે, 149 જગ્યા માટે 2,657 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

Social Share

રાજકોટ :સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા Ph.Dની પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.તારીખ ૮ એટલે કે આવતીકાલથી બે દિવસ સુધી 28 વિષયની 149 સીટ પર 2657 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.અગાઉ યુનિવર્સીટી દ્વારા Ph.Dની પ્રવેશ પરીક્ષા માટે તારીખ જાહેર કરવામાં આવી હતી.ત્યારે અલગ અલગ 28 વિષયમાં 149 જગ્યા માટે 2657 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. જેમની 8 અને 9 ઓક્ટોબરના રોજ Ph.D એન્ટ્રન્સ ટેસ્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા લેવામાં આવશે.જેમાં સૌથી વધુ કોમર્સમાં 24 જગ્યા સામે 501 ફોર્મ ભરાયા છે

Ph.Dની 149 જગ્યા માટે કુલ 2657 ફોર્મ વિદ્યાર્થીઓ દ્વારા ભરવામાં આવ્યા છે.જેમાં. સૌથી વધુ કોમર્સમાં 24 જગ્યા સામે 501, અંગ્રેજીમાં 7 સામે 198, કેમેસ્ટ્રીમાં 11 સામે 198, ગુજરાતીમાં 9 સામે 140, માઈક્રોબાયોલોજીમાં 9 સામે 96, સોશિયલ વર્કમાં 2 સામે 107 સહિત 28 વિષયમાં બમણા ફોર્મ ભરાયા છે.આ સાથે જ ફીઝીકલ એજ્યુકેશનની 4, પોલીટીકલ સાયન્સની 3 અને કાયદાની 2 સીટ ઉમેરો કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે,8 ઓક્ટોબરના રોજ 9 વિષયના 661 વિદ્યાર્થીઓની પરીક્ષા 3 થી 5 વાગ્યા સુધી સમયમાં લેવામાં આવશે, જયારે 9 ઓક્ટોબરને રવિવારના રોજ 19 વિષયના 1996 વિદ્યાર્થીઓની પરીક્ષા 9 થી 11, 12 થી 2 અને 3 થી 5 વાગ્યાના સમયમાં ત્રણ તબક્કે લેવામાં આવશે.