Site icon Revoi.in

રાજકોટ: શ્રીબાલાજી હનુમાનજી મંદિર શિવમય બન્યું, મંદિર પરિસરમાં શિવજીના ભવ્ય શણગાર દર્શન

Social Share

રાજકોટ શહેરમાં ભૂપેન્દ્ર રોડ પર સુપ્રસિદ્ધ બાલાજી હનુમાનજી દાદાનું મંદિર આવેલૂ છે. જ્યાં મહાશિવરાત્રિના મહા પર્વ પર હનુમાનજી દાદાને શિવજીના ભવ્ય શણગાર દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ, મહા શિવરાત્રી પર્વ નિમિતે દાદાને વિશેષ અને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો.. બાલાજી હનુમાન મંદિરમાં હિમાલય જેવી પ્રતિકૃતિ બનાવીને પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.. અને મંદિર હિમાલય શણગારથી સજાવવામાં આવ્યું હતું. આમ, પૂજારી પરિવાર દ્વારા મહાશિવરાત્રિ દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જે દર્શન કરીને હરિ-ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

જો કે શિવજીનો મહીમાં તેમના ભક્તોમાં એવો છે કે… જેને શિવરાત્રી કે કોઈ ખાસ દિવસની જરૂર પડતી નથી. શિવ ભક્તો દ્વારા હંમેશા અવાર નવાર શિવજીની અનોખી રીતે પૂજા કરવામાં આવે છે.

જો વાત કરવામાં આવે શિવજીના ભક્તોની તો.. એવુ પણ કહેવામાં આવે છે કે જે કોઈ આ મંદિરમાં આવીને શ્રધ્ધા ભાવની ભોલેનાથની ભક્તિ કરે છે તેમની દરેક મનોકામના પુરી થાય છે અને શિવજીના આશિર્વાદ પણ તેમના પર હંમેશા બન્યા રહે છે. શ્રાવણ મહીનામાં શિવજીના ભક્તો દ્વારા શિવજીને રિઝવવા માટે અનેક પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે.. સાથે શિવજીની વિધીસર પૂજા કરવામાં પણ આવે છે.

 

-દેવાંશી

Exit mobile version