Site icon Revoi.in

રાજકુમાર રાવ- ભુમિ પેડનેકર સ્ટારર ફિલ્મ ‘બઘાઈ દો’નું  સોંગ ‘બંદી ટોટ’ રિલીઝ- 11 ફેબ્રુઆરી ફિલ્મ સિનેમાઘરોમાં આવશે

Social Share

મુંબઈઃ- અભિનેતા રાજકુમાર રાવ અને અભિનેત્રી ભુમિ પેડનેકરની જોડી ફિલ્મી પડદે રંગ જમાવવા આવી રહી છે, આ સ્ટાર્સની ફિલ્મ બઘાઈ દો 11 ફેબ્રુઆઆરીના રોજ સિનેમાઘરોમાં રિલ્ધી થવા જઈ રહી છે, ત્યારે ફિલ્મનું એક સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે.

આ ફિલ્મના લસોંગના શબ્દો છે  ‘બંદી ટોટ’ ,,,,,,,,,,રાજકુમાર રાવે પોતે પણ આ સોંગને ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. આ ફિલ્મને હર્ષવર્ધન કુલકર્ણીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મનું નિર્માણ વિનીત જૈન દ્વારા કરવામાં આવ્યું છે.

જાણો શું છે આ ફિલ્મની કંઈક હટકે સ્ટોરી

રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘બધાઈ દો’ની સ્ટોરી વિશે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મનો કોન્સેપ્ટ લવેન્ડર મેરેજ પર આધારિત છે. લવેન્ડર પણ એક પ્રકારનું ફૂલ છે, આંતરરાષ્ટ્રીય બજારમાં તેના તેલની વધતી માંગને કારણે તેની ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

લવેન્ડર લગ્ન એટલે બે અલગ અલગ જાતીય અભિગમ ધરાવતા લોકોના લગ્ન. આપણે ઉપર ચર્ચા કરી  રહ્યા છે કે આપણા સમાજમાં ગે અને લેસ્બિયન લગ્નને પણ કલંક તરીકે જોવામાં આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે કોઈ ગે છોકરો સામાજિક અને પારિવારિક દબાણથી બચવા માટે લેસ્બિયન છોકરી સાથે લગ્ન કરે છે, ત્યારે તેને લવેન્ડડર લગ્ન કહેવામાં આવશે. આવું આવું થાય છે ત્યારે સ્થિતિ શું સર્જાય છે તે ઘટના પર આધારિત આ ફિલ્મ છે.

ફઇલ્મમાં રાજકુમાર રાવ શાર્દુલ ઠાકુરના રોલમાં છે, જે એક પોલીસકર્મી છે. બીજી તરફ, ભૂમિ પેડનેકર સુમનની ભૂમિકા ભજવી રહી છે, જે એક શારીરિક શિક્ષક છે. શાર્દુલ ગેને છોકરાઓમાં રસ છે. બીજી તરફ, સુમન લેસ્બિયન છે, જેને છોકરીઓમાં રસ છે. બંનેના પરિવારજનો લગ્ન માટે દબાણ કરી રહ્યા છે. અને આ દબાણને કારણે બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે. એટલે કે બંનેના લવેન્ડર લગ્ન છે. અને પછી આગળ શું થાય છે તે માટે તમારે ફિલ્મ જોવી રહેશે

Exit mobile version