Site icon Revoi.in

કોન્ટ્રાક્ટ રદ કરવા પર અશ્લીલ મેસેજ સાથે પર્સનલ નંબર લીક કરતો હતો રાજકુંદ્રા- પુનમ પાંડે એ ફરી લગાવ્યો આરોપ

Social Share

મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસ મેન રાજકુંદ્રા અશ્લીલતાના કેસમાં કસ્ટડીમાં છે. રાજ પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો અને કેટલીક એપ્સ પરતેને દર્શાવાનો આરોપ છે. આ દરમિયાન, મોડેલ પૂનમ પાંડેએ ફરી એકવાર આરોપ લગાવ્યો છે કે રાજ કુંદ્રાએ કોન્ટ્રાક્ટને લઇને નાના વિવાદ પર તેને ધમકી આપી હતી અને પછી આપત્તીજનક મેસેજ થી પોતાનો અંગત ફોન નંબર પણ લીક કર્યો હતો.

એક મીડિયાને આપેલા ઈન્ટર્વ્યૂમાં પૂનમ પાંડેએ કહ્યું હતું કે ‘મને ધમકી આપવામાં આવી હતી અને કોન્ટ્રેક્ટ સહી  કરવા મજબૂર કરાઈ હતી, કરારમાં લખેલું હતું કે, મારે તેની ઇચ્છા પ્રમાણે કોઈ ચોક્કસ પોઝ શૂટ કરવો પડશે અને જોવું પડશે, મારે તેમના મુજબ બદુ જ કરવું પડશે, તેની માંગ પ્રમાણે  કંઈ નહી થાય તો તે  મારી અંગત વસ્તુઓ લીક કરશે.

પુનમે આરોપ લગાવ્યો છે કે,મે જ્યારે તેમને મારો કોન્ટ્રાક્ટ રિજેક્ટ કરવા અંગે કહ્યું અને કામ ન કરવા જણાવ્યું ત્યારે તેમણે મને ધનકી આપી હતી, અને તેમણે મારો પર્સનલ મોબાઈલ નંબર આપત્તીજનક મેસેજ સાથે લીક કરી દીધો હતો, આ મેસેજમાં લખ્યુંહતું કે, મને કોન્ટેક્ટ કરો હું તમારા સામે નિવસ્ત્ર થઈશ. આ રીતે કુંદ્રાએ પુનમ પાંડેનો ફોન નંબર લીક કર્યો હતો.

મોડેલ અને અભિનેત્રીએ આ દિવસોને યાદ કરતા કહ્યું હતું કે, ફોન નંબર લીક થતા જ મને કેટલીક મુશ્કેલીઓ વેઠવી પડી હતીમેં ડરના કારણે ઘર પણ બદલ્યું અને લોકોથી સંતાયને રહેવા લાગી હતી મારી સાથે કંઈક ખરાબ થવાનો મને ભય રહેતો હતો, લોકો મારી પાસે અશલ્લી માંગ કરતા હતા તે દિવસો મને ખૂબ ડરામણા લાગતા હતા.

ઉલ્લેખનીય છે કેપુનમે વર્ષ 2019 માં રાજ કુંદ્રાસામે  છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો આ મામલે હાલ પણ તપાસ ચાલી રહી છે, ત્યારે હવે તેના કેસમાં તેણે ચોંકાવનારો આ ખુલાસો પણ કર્યો છે.

Exit mobile version