Site icon Revoi.in

આજથી ભારત-ફ્રાન્સ રક્ષા વાટાઘાટો,રાજનાથ સિંહ કરશે સહ-અધ્યક્ષતા  

Social Share

દિલ્હી:રક્ષામંત્રી રાજનાથ સિંહ તેમના ફ્રેન્ચ સમકક્ષ સેબેસ્ટિયન લેકોર્નુ સાથે ભારત-ફ્રાન્સ વાર્ષિક રક્ષા સંવાદની સહ-અધ્યક્ષતા કરશે.26 થી 28 નવેમ્બર દરમિયાન દિલ્હીમાં મહત્વપૂર્ણ મંત્રણા થશે. આ દરમિયાન રાફેલની ભાવિ ડીલ, વ્યૂહાત્મક ભાગીદારી અને દ્વિપક્ષીય સંબંધો સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવશે.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ફ્રાન્સના રક્ષા મંત્રી લેકોર્નની ભારતની આ પ્રથમ મુલાકાત છે.તેઓ વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલને પણ અલગથી મળશે.

ફ્રાન્સે ભારતના પ્રથમ સ્વદેશી નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INA વિક્રાંતમાં ઊંડો રસ દાખવ્યો છે. લેકોર્નુ વિક્રાંતની મુલાકાત લેવા કોચી ખાતે સધર્ન નેવલ કમાન્ડની પણ મુલાકાત લેશે.ફ્રાન્સ 1998થી ભારત સાથે વ્યૂહાત્મક ભાગીદાર છે.બંને દેશો સંરક્ષણ અને શસ્ત્રો અને સાધનોમાં પણ સહયોગી છે.