Site icon Revoi.in

 રામ ગોપાલ વર્મા નોન-ફંજીબલ ટોકન માર્કેટમાં ફિલ્મ વેચનાર પ્રથમ મેકર – ફિલ્મ ‘લડકી’ દ્વારા કરોડોની કરી કમાણી

Social Share

 

મુંબઈઃ- નિર્માતા નિર્દેશક રામ ગોપાલ વર્મા, જેઓ મુંબઈથી ગોવા ગયા, તેમણે બ્લોકચેન પર ઝડપથી વિકસતા નોન-ફંજીબલ ટોકનમાં હિન્દી સિનેમાની જાણે બોણી કરાવી દીધી છે. તેમની ફિલ્મ NFT માર્કેટમાં 29 કરોડ રૂપિયામાં વેચાઈ ચૂકી છે.

રામ ગોપાલ વર્માની ફિલ્મની આ કિંમતમાં ચીનના તે બજારનો સમાવેશ થતો નથી જ્યાં તે આવતા મહિને લગભગ 20 હજાર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે રામ ગોપાલ વર્માની આ ફિલ્મનું નામ ‘ગર્લ’ છે અને તેણે તેના ચાઈનીઝ વર્ઝનનું નામ ‘ધ ડ્રેગન ગર્લ’ રાખ્યું છે. તેને દેશની પહેલી આવી માર્શલ આર્ટ ફિલ્મનું ટાઇટલ પણ આપવામાં આવી રહ્યું છે જેમાં એક છોકરી મુખ્ય ભૂમિકા ભજવી રહીરહી છે. ફિલ્મના ડ્રેગન ટોકનને પણ લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

તાજેતરમાં જ રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘ડેન્જરસ’ના અધિકારીઓને મોટી રકમમાં વેચવામાં આવી હતી. હવે તેની આગામી ફિલ્મ ‘ગર્લ/ધ ડ્રેગન ગર્લ’ના રાઈટ્સને પણ કરોડોમાં ખરીદનાર મળી ગયો છે. આ ફિલ્મ તેની રિલીઝ પહેલા જ સમાચારોમાં છે કારણ કે તે ભારત-ચીની કો-પ્રોડક્શનમાં બનેલી પ્રથમ ભારતીય માર્શલ આર્ટ ફિલ્મ છે.

આ બાબતે મળતી માહિતી પ્રમાણે, ફિલ્મ ‘ગર્લ/ધ ડ્રેગન ગર્લ’ના રાઈટ્સ ચાર મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 29 કરોડમાં ખરીદવામાં આવ્યા છે. રામ ગોપાલ વર્મા માટે આ બેવડી ખુશીનો પ્રસંગ બની ગયો છે. ફિલ્મના આ રાઇટ્સ ટ્રિકી મીડિયા નામની કંપનીએ ખરીદ્યા છે અને તેમાં ચીનનો ડિસ્ટ્રિબ્યુશન એરિયા સામેલ નથી. ‘ધ ડ્રેગન ગર્લ’ નામની આ ફિલ્મ ચીની ભાષામાં 10 ડિસેમ્બર, 2021ના રોજ ચીનમાં વીસ હજાર સિનેમાઘરોમાં રિલીઝ થશે.