Site icon Revoi.in

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા: ન્યૂયોર્કમાં રામલહેર, ટાઈમ્સ સ્ક્વેર પર લાગી ભગવાન રામ અને રામમંદિરની થ્રીડી તસવીરો, વિશ્વભરમાં ઉજવણી

Social Share

નવી દિલ્હી: 500 વર્ષની રાહ જોયા બાદ આખરે આજે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં રામલલા વિરાજવાના છે. આજે પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહીત સંત સમાજ અને વિશિષ્ટ અતિથિઓની હાજરીમાં રામલલાના શ્રી વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠાનું ઐતિહાસિક અનુષ્ઠાન પૂર્ણ થવા જઈ રહ્યું છે. રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને દેશભરની સાથેસાથે વિદેશોમાં પણ ઉજવણીનો માહોલ છે અને મિઠાઈઓની વહેંચાય રહ્યી છે. આ સિવાય ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર ભગવાન રામ અને રામમંદિરની થ્રીડી તસવીરો લગાવવામાં આવી છે.

વિદેશોમાં રામોત્સવની ધામધૂમ

બ્રિટનમાં આસ્થા કળશ યાત્રા કાઢવામાં આવી છે અને અખંડ રામાયણના પાઠ કરાય રહ્યા છે. અમેરિકાના ઘણાં શહેરોમાં ભારતીય મૂળના લોકો દ્વારા શોભાયાત્રાઓ કઢાય રહી છે અને મિઠાઈઓની વહેંચણી થઈ રહી છે. જ્યારે મોરિશિયસની સડકોને શણગારવામાં આવી છે અને ઓસ્ટ્રેલિયામાં પણ શોભાયાત્રાઓ કાઢવામાં આવી છે.

મોરિશિયસના પીએમનો લોકોને આગ્રહ-

આ ઐતિહાસિક દિવસ પર મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથે અયોધ્યામાં થનારી પ્રાણપ્રતિષ્ઠા પર દેશના લોકોને ઉજવણી કરવાનો આગ્રહ કરતા ક્હ્યુ છે કે ભગવાન રામના આશિર્વાદ અને ઉપદેશ લોકોને શાંતિ, સમૃદ્દિની દિશામાં માર્ગદર્શન કરતા રહેવા જોઈએ. તેમણે સોશયલ મીડિયા પર લખ્યુ છે કે આવો શ્રીરામના અયોધ્યા પાછા ફરવાની ખુશી મનાવીએ, તેમના આશિર્વાદ અને ઉપદેશ શાંતિ અને સમૃદ્ધિની દિશામાં આપણો માર્ગ પ્રશસ્ત કરી રહ્યા છે. જય હિંદ, જય મોરિશિયસ.

અમેરિકાના ઘણાં રાજ્યોમાં રામોત્સવ-

અમેરિકામાં 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને ભારતીય મૂળના લોકો ઘણાં ઉત્સાહી દેખાય રહ્યા છે. ઐતિહાસિક પ્રસંગે આખે અમેરિકામાં એક ડઝનથી વધારે કાર્યક્રમો આયોજીત થવાના છે. અમેરિકાના ન્યૂયોર્ક ટાઈમ્સ સ્ક્વેર, વોશિંગ્ટન ડીસી, એલએ, સેન ફ્રાન્સિસ્કો, ઈલિનોઈસ, ન્યૂજર્સી, જોર્જિયાથી માંડિને બોસ્ટન સહીત ઉજવણીનો માહોલ છે. આ સિવાય અમરિકામાં વિશ્વ હિંદુ પરિષદે અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારંભથી પહેલા ગોલ્ડન ગેટ બ્રિટ પર એક કાર રેલી પણ કાઢી હતી.

યુકેમાં રામાયણના અખડં પાઠ –

મોરિશિયસ, અમેરિકા સિવાય યુકેમાં પણ પ્રાણપ્રતિષ્ઠા સમારંભની ધૂમ જોવા મળી રહી છે. તમામ 250 હિંદુ મંદિરોમાં ઉત્સવની તૈયારીઓ થઈ હતી. ઈંગ્લેન્ડમાં સમારંભની ઉજવણી માટે મંગળ કળશ યાત્રા કાઢવામાં આવી છે. આ કળશ યાત્રા 21 જાન્યુઆરીથી શરૂ થઈ અને 22 જાન્યુઆરીએ હિંદુ મંદિર પહોંચી. તેના પચી એક રેલી, અખંડ રામાયણનો પાઠ અને વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

ઓસ્ટ્રેલિયામાં કાઢવામાં આવી રેલી-

ઓસ્ટ્રેલિયામાં પણ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને ઘણાં જાહેર કાર્યક્રમો થઈ રહ્યા છે. આ પ્રસંગે ઓસ્ટ્રેલિયાના સેંકડો મંદિરોમાં કાર્યક્રમો આયોજીત કરાય રહ્યા છે. પ્રાણપ્રતિષ્ઠાથી એક દિવસ પહેલા સિડનીમાં ભારતીય પ્રવાસીઓએ શનિવારે કાર રેલી યોજી હતી. આ રેલીમાં 100થી વધારે કારોએ ભાગ લીધો અને લોકો પોતાના ઘરોની બહાર આતશબાજી પણ કરી રહ્યા છે.

તાઈવાનમાં પણ ઉજવણી-

તાઈવાનમાં પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે ઈન્ડિયન એસોસિએશન ઓફ તાઈવાન એક લાઈવ સ્ટ્રીમ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. તેની સાથે જ તાઈવાનના ઈસ્કોન મંદિરમાં પણ પ્રાણપ્રતિષ્ઠા પર અલગ-અલગ કાર્યક્રમો આયોજીત કરાય રહ્યા છે.

ન્યૂયોર્ક ટાઈમ્સ સ્કેવર પર મિઠાઈઓની વહેંચણી-

અયોધ્યામાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલા, ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ રામમંદિરના સદસ્યોએ રવિવારે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં લાડુ વહેંચ્યા હતા. રામમંદિર સંદર્ભે પ્રેમ ભંડારીએ કહ્યુ છે કે અમે ક્યારેય વિચાર્યું ન હતું કે અમે આ જીવનકાળમાં આ દિવસ જોઈ શકીશું. અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભનો શ્રેય તેમણે પીએમ મોદીના નેતૃત્વને આપ્યો છે. તેમણે કહ્યુ છે કે દુનિયાભરના લોકો આ પળ માટે ઉત્સુક છે.