Site icon Revoi.in

મોસ્ટ અવોઈટેડ ફિલ્મ આદિપુરુષનું ‘રામ સિયા રામ’ ,સોંગ થયું રિલીઝ, સિયા-રામની પ્રેમ ગાથાનું વર્ણન છે આ સોંગ

Social Share

મુંબઈ – મોસ્ટ ઓવોઈટેડ ફઇલ્મ આદિપુરુષનું સોંગ આજરોજ રિલીઝ કરવામાં આવ્યું છે,આ ફિલ્મને લઈને દર્શકો આતુરતાથી રહા જોઈ રહ્યા છએ ત્યારે રામ સિયા રામ સોંગ રિલીઝ થતાજ લોકો દ્રારા ખૂબ જોવાઈ રહ્યું છે.કૃતિ સેનન અને પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’નું આ સોંગ ‘રામ સિયા રામ’ આજે રિલીઝ થયું છે.

આ સોંગની ચાહકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આજે રિલીઝ થયેલા આ સોંગ ભગવાન શ્રી રામ અને માતા સીતાની પ્રેમકથાને સારી રીતે વર્ણવામાં આવી છે. આ સોંગ રામ અને સીતાનો પ્રેમ અને અલગતા દર્શાવવામાં આવી છે. આ ગીત રિલીઝ સાથે જ ફેમસ થઈ ગયું છે.

આ સોંગ રિલીઝ થતા જ લોકોનું ફેવરિટ બની ગયું છે,લોકો દ્રારા કૂબ જ સારો રિસ્પોન્ડ્સ મળી રહ્યો છે.આ સાથે જ બંને કલાકારોના લુકને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે લોકો આ સોંગ સાંભળીને આનંદની અનુભુતિ કરી રહ્યા છે.

ટી-સીરીઝે આદિપુરુષ ફિલ્મના નવા ગીત રામ સિયા રામનો વીડિયો શેર કર્યો છે. લગભગ 3 મિનિટના આ સોંગ પ્રભાસ અને કૃતિ તેમના રોમાંસથી પ્રભાવિત જોવા મળે છે. સોંગના ઘણા સીન તમને ઈમોશનલ કરી દે તેવા છે. આ સોંગમાં, સિયા-રામના રોમાંસ સિવાય, તેમની અલગતા અને સીતાને રાવણથી બચાવવાની તૈયારી કરી રહેલા રામના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે   પ્રભાસ અને કૃતિની આ ફિલ્મનું ટીઝર રીલિઝ થયું ત્યારે તે દરમિયાન ઘણો હંગામો થયો હતો. પરંતુ ટ્રેલરમાં લોકોની અપીલ સાંભળવામાં આવી હતી અને કેટલાક સકારાત્મક ફેરફારો કરવામાં આવ્યા હતા જે ચાહકોને પણ પસંદ આવ્યા હતા. હવે ફિલ્મના સોંગ  પણ રિલીઝ થવા લાગ્યા છે. ફિલ્મનું આ નવું ગીત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જેને એક કલાકમાં 1.5 મિલિયન વ્યૂઝ મળ્યા છે.