Site icon Revoi.in

દર્શકોની માંગ પર રામાનંદ સાગરની ‘રામાયણ’ ફરી એકવાર ટેલિવિઝન પર આ દિવસથી આ ચેનલ પર પ્રસારિત કરાશે

Social Share

દિલ્હીઃ-  તાજેતરમાં રામાયણ પર આધારિત ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ કરવામાં આવી હતી આ ફિલ્મના ડાયલોગ્સ દર્શકોને પસંદ આવ્યા ન હતા ફિલ્મનો વિરોધ પણ થયો હતો અને આ દિવસોમાં જૂની રામાયણ ચર્ચામાં આવી હતી ત્યારે હવે જૂની જાણતી રામાનંદની રાયણ મેકર્સે ફરી ટેલિવિઝન પ્રસારિત કરવાનો નિર્ણય લીધો છે.

આ રામાયણના જો પાત્રની વાત કરવામાં આવે તો ભગવાન રામ તરીકે અરુણ ગોવિલ, સીતા તરીકે દીપિકા ચિખલિયા, હનુમાન તરીકે દારા સિંહ અને લક્ષ્મણ તરીકે સુનિલ લહેરી સહિત ‘રામાયણ’ના મહાન કલાકારોના અદ્ભુત અભિનયનો અનુભવ કરાવે છે જે દર્શકોમાં એક ભગવાનની છબી બનીને વસી ગયા છે.

ત્યારે હવે  દર્શકોની માંગ પર શેમારૂ ટીવી ફરી એકવાર રામાનંદ સાગરની “રામાયણ”ને ટેલિવિઝન સ્ક્રીન પર ફરીથી પ્રસારિત કરવાનો નિર્ણય લીધો છે. ચેનલ તેના દર્શકોને આધ્યાત્મિકતાની દુનિયામાં લઈ જવા માટે તૈયાર છે જ્યાં દુષ્ટતા અને સદ્ગુણો પર સારાની જીતની ઉજવણી કરવામાં આવે છે.
જાણકારી પ્રમાણે રામાનંદ સાગરની “રામાયણ” એ એક શાશ્વત શ્રેષ્ઠ કૃતિ છે જેણે પેઢીઓથી લાખો લોકોના હૃદય પર રાજ કર્યું છે. શેમારૂ ટીવી પર 3જી જુલાઈ સોમવારથી રવિવાર સાંજે 7:30 વાગ્યે “રામાયણ”પ્રસારિત કરાશે.
Exit mobile version