Site icon Revoi.in

‘રામાયણની સીતા’ દીપિકા ચિખલિયા 33 વર્ષ પછી ફરી એકવાર નાના પડદા પર જોવા મળશે,આ શો થી કરશે વાપસી

Social Share

મુંબઈ: ટીવી એક્ટ્રેસ દીપિકા ચીખલિયાને કોણ નથી ઓળખતું. રામાનંદ સાગરના શો રામાયણમાં સીતાની ભૂમિકા ભજવ્યા બાદ તે ઘર-ઘરમાં જાણીતી બની ગઈ હતી. આ શોએ તેમને એટલી પ્રસિદ્ધિ આપી કે લોકો આજે પણ તેમને સીતાના રોલ માટે ઓળખે છે. છેલ્લી વખત દીપિકા 1990ના શો ‘ધ સ્વોર્ડ ઓફ ટીપુ સુલતાન’માં જોવા મળી હતી. હવે 33 વર્ષ બાદ અભિનેત્રી ફરી નાના પડદા પર જોવા મળશે. દીપિકા 33 વર્ષ બાદ ટીવી પર કમબેક કરી રહી છે.

દીપિકા હવે એક નવા શો સાથે વાપસી કરી રહી છે, જેની વાર્તા અયોધ્યાના બેકડ્રોપ પર બની છે. આ શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દીપિકા ચિખલિયાનો નવો લૂક જોવા મળી રહ્યો છે.

દીપિકા ચીખલિયા લગભગ 33 વર્ષ પછી ફરી એકવાર નાના પડદા પર વાપસી કરી રહી છે. તેના નવા શોનું નામ ‘ધરતીપુત્ર નંદિની’ છે. આ શોના વિડીયોમાં તમને દીપિકાનો દમદાર રોલ જોવા મળશે. દીપિકાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ શોનો પ્રોમો શેર કર્યો છે. આ શોમાં તમે ‘રામાયણ’ની માતા સીતાને એક નવા રૂપમાં જોવાના છો. આ શો તેના જ પ્રોડક્શન હાઉસનો છે. તેની વાર્તા અયોધ્યાની છે.આ શો તમે 21 ઓગસ્ટ, સોમવાર-શુક્રવાર રાત્રે 8:30 કલાકે માત્ર નજરા ટીવી પર જોઈ શકશો.

https://www.instagram.com/reel/Cv9utTwtM6p/?utm_source=ig_embed&ig_rid=4507b4e7-f7e2-4222-95ab-c3b0f6e3bfe1

આ શોમાં દીપિકા ચિખલિયાના પાત્રનું નામ સુમિત્રા છે. શેર કરેલા પ્રોમો વીડિયોમાં તમે દીપિકાને તેની ભાવિ વહુ વિશે વાત કરતી જોવા જઈ રહ્યા છો. તે કહે છે કે તેમને કેવા પ્રકારની પુત્રવધૂ જોઈએ છે. પ્રોમોની વાર્તા શગુન શેઠ દ્વારા ભજવવામાં આવેલી નંદિની નામની છોકરીની આસપાસ ફરે છે. આ શોની વાર્તા મહિલાઓ પર કેન્દ્રિત છે. આ શોમાં દીપિકા ચીખલીયા સ્ટ્રોંગ લેડીના રોલમાં જોવા મળશે.

આ શોની નિર્માતા દીપિકા પોતે છે.દીપિકા લાંબા સમય પછી હિન્દી ટીવી શોમાં જોવા મળશે. જોકે, તે ફિલ્મો અને પ્રાદેશિક ભાષાના શોમાં કામ કરતી જોવા મળી છે. તેણે 2017માં કલર્સ ગુજરાતી પર છૂટા છેડા શો કર્યો હતો. તે આયુષ્માન ખુરાનાની ફિલ્મ બાલા, ગાલિબ, નટસમ્રાટ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. દીપિકા ફ્રીડમ ફાઈટર સરોજિની નાયડુની બાયોપિકમાં પણ જોવા મળશે. તેણે સરોજિની નાયડુનો ફર્સ્ટ લુક પણ શેર કર્યો હતો.અંગત જીવનમાં દીપિકા 23 નવેમ્બર 1991ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ હતી. તેણે હેમત ટોપીવાલા સાથે લગ્ન કર્યા. આ લગ્નથી દંપતીને બે પુત્રીઓ છે.

Exit mobile version