Site icon Revoi.in

અક્ષય કુમારની ‘રામ સેતુ’નું શૂટિંગ અયોધ્યામાં થશે

Social Share

અયોધ્યા: બોલિવુડ એક્ટર અક્ષય કુમાર ટૂંક સમયમાં જ તેની આગામી ફિલ્મ ‘રામ સેતુ’ના શૂટિંગ માટે અયોધ્યા જઈ રહ્યા છે. અભિનેતા 18 માર્ચે ફિલ્મના નિર્દેશક અભિષેક શર્મા અને ક્રિએટીવ પ્રોડ્યુસર ડો.ચંદ્રપ્રકાશ દ્વિવેદી સાથે અયોધ્યા પહોંચશે. અયોધ્યામાં મૂહર્ત શોટની શૂટિંગનો વિચાર દ્વિવેદીનો હતો.

દ્વિવેદીએ કહ્યું કે,”ભગવાન રામના જન્મ સ્થાન પર ‘રામ સેતુ’ની યાત્રા શરૂ કરતાં વધુ સારું શું હતું. ઘણી વાર ખુદ અયોધ્યાની મુલાકાત લીધા બાદ મેં અક્ષય અને ટીમને સૂચન કર્યું કે, ભગવાન રામના પવિત્ર મંદિરના આશીર્વાદથી પ્રોડક્શન શેડ્યુલ લોન્ચ કરવું જોઈએ.

દ્વિવેદીએ કહ્યું કે, અમે અયોધ્યામાં મૂહર્ત શોટ કરવા અને એક શુભ નોટ પર શુટિંગ શરૂ કરવાના છીએ.

શર્માએ ખુલાસો કર્યો કે, અક્ષય નવા અવતારમાં જોવા મળશે.તેમણે કહ્યું,અક્ષય સર એક પુરાતત્વવિદોની ભૂમિકા ભજવશે અને તેનો દેખાવ અને પાત્ર ઘણા ભારતીય અને આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક પુરાતત્વવિદો દ્વારા પ્રેરિત છે,જેઓ આ ક્ષેત્રે કામ કરે છે.

આ ફિલ્મમાં અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ અને નુસરત ભરૂચા પણ છે. ફિલ્મમાં તેની ભૂમિકાઓ વિશે વાત કરતા ડિરેક્ટરએ કહ્યું કે,બંનેએ મજબૂત,સ્વતંત્ર મહિલાઓની ભૂમિકા ભજવી છે.

-દેવાંશી

Exit mobile version