Site icon Revoi.in

રણબીર કપૂર-પરિણીતી ચોપરા સ્ટારર ફિલ્મ ‘એનિમલ’ની રિલીઝ ડેટ જાહેર -દશેરા વર્ષ 2022 માં ફિલ્મ થશે રિલીઝ  

Social Share

મુંબઈ – બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને પરિણીતી ચોપડા સ્ટાર ફિલ્મ અને દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મ ‘એનિમલ’ દશેરા  વર્ષ 2022 માં રિલીઝ થશે. દિગ્દર્શકે સોશિયલ મીડિયા પર આ ફિલ્મની રિલીઝ ડેટના સમાચાર જાહેર કર્યા. ફિલ્મના નિર્માતાઓએ નવા વર્ષના દિવસે એક ખાસ વિડિઓ સાથે ફિલ્મની ઘોષણા કરી હતી. અનિલ કપૂર, બોબી દેઓલ અને ટ્રિપ્પી ડિમ્રી પણ ફિલ્મ એનિમલમાં માં જોવા મળશે.

સંદીપ રેડ્ડી વંગા અને પરિણીતી ચોપડાએ સોશિયલ મીડિયા પર  ફિલ્મ એનિમલ રિલીઝ થવાની ડેટ જાહેર કરી છે, દિગ્દર્શકે ટ્વિટર પર લખ્યું કે, “એનિમલ 2022 દશેરા પર રિલીઝ થશે.

ફિલ્મ એનિમલના નિર્માતાઓ દ્વારા આ ફિલ્મની જાહેરાત 1 જાન્યુઆરી 2021 ના ​​રોજ સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી. રણબીર કપૂરના અવાજ સાથેનો એક વીડિયો ટી-સીરીઝના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો હતો.

રિલીઝ થયેલા આ વિડિઓમાં સતત સીટી વાગવાનો અવાજ આવી રહ્યો છે, વીડિયોમાં રણબીર કપૂર કહી રહ્યો છે કે, “પપ્પા હવે પછીની જિંદગીમાં તમે મારો દીકરો બનજો .” પછી જુઓ કે હું તમને કેવી રીતે પ્રેમ કરું છું અને તમે શીખજો. કેમ આગલા જનમમાં  હું પુત્ર અને તમે પિતા..ત્યારે નહી… પપ્પા પોતાની તરફથી પ્રેમ કરજો, મારી તરફથખી નહી , તમે સમજી રહ્યા છો ને પાપા, જો તમે સમજો તો પૂરતું છે. ”બસ તમે સમજી લો તો કાફી છે”

આ વીડિયોને ટી સીરીઝ દ્વારા શેર કરીને લખવામાં આવ્યું છે કે,”વર્ષની શરૂઆત સીટી વગાડવી જોઈએ.” ચાલો નવી મજા શરૂઆત કરીએ. ”

સાહિન-

Exit mobile version