Site icon Revoi.in

રણબીર કપૂર,સંજ્યદત્ત સ્ટાર ફિલ્મ ‘શમશેરા’નું ટ્રેલર રિલીઝ – ડબલરોલમાં રણબીરનો નવો અવતાર જોવા મળ્યો

Social Share

મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને સંજય દત્ત સ્ટાર ફિલ્મ શેમશેરા છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે પહેલા આ ફિલ્મનું ટિઝર રિલીઝ કરાયું ત્યાર બાદ ગઈકાલે 23 જૂનના રોજ સંજય દત્તનું પોસ્ટર રિલીઝ કરાયું ત્યારે હવે આજ રોજ 24 જૂને આ ફુલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવી ચૂક્યું છે.

‘સંજુ’ની રિલીઝના ચાર વર્ષ બાદ પોતાની નવી ફિલ્મ ‘શમશેરા’ સાથે મોટા પડદા પર વાપસી કરી રહેલો રણબીર કપૂર આ વખતે ડબલ રોલ લઈવને સિનેમા પરદે આવી રહ્યો છે. મુંબઈમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું અને ટ્રેલરના છેલ્લા સીનમાં રણબીર કપૂર સ્ક્રીન પર જોેવા મળઅયો હતો.રણબીર કપૂર પણ તેના પ્રથમ ડબલ રોલને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

 ફિલ્મમાં રણબીરના પાત્રનું નામ શમશેરા છે અને સંજય દત્તના પાત્રનું નામ દરોગા શુદ્ધ સિંહ છે. સંજય દત્તના ફર્સ્ટ લૂક પોસ્ટરમાં, ત્રિપુંડ તેના કપાળ પર જોવા મળ્યો હતો અને તેના ચહેરા પર રાક્ષસી હાસ્ય જોવા મળે છે.

22 જુલાઈએ  આ ફિલ્મ હિન્દી સિવાય તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘શમશેરા’ની વાર્તા કાઝા નામના કાલ્પનિક નગરની પૃષ્ઠભૂમિમાં સેટ છે. સમય આઝાદીના પ્રથમ યુદ્ધ પહેલાનો છે અને શમશેરા નામનો એક ડાકુ અંગ્રેજો સામે આવે છે. તેનો ઉદ્દેશ્ય આદિવાસીઓને આ વિસ્તારના ક્રૂર અંગ્રેજ અધિકારી શુદ્ધ સિંહની ચુંગાલમાંથી બહાર કાઢવાનો છે જેમને તેણે ગુલામ તરીકે રાખ્યા હતા. શમશેરાના આ સંઘર્ષમાં, જે પોતાના સમાજની રક્ષા માટે બહાર આવી છે, તેને વિસ્તારની એક સુંદરીએ ટેકો આપ્યો છે, જેનું પાત્ર વાણી કપૂર ફિલ્મમાં ભજવી રહી છે.

ઉલ્લેખનીય છે કે રણબીર કપૂરની ફિલ્મો ચાર વર્ષ બાદ કમબેક કરી રહી છે. આ વર્ષે તેની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર પણ રિલીઝ થવાની તૈયારી માં છે.ત્યારે  પહેલા રણબીર કપૂર ફિલ્મ ‘સંજુ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ એક્ટર સંજય દત્તની બાયોપિક હતી, જેણે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. તમને જણાવી દઈએ કે, રણબીર કપૂરની સાથે ફિલ્મ ‘શમશેરા’માં સંજય દત્ત પણ મહત્વના રોલમાં જોવા મળ્યો છે.