Site icon Revoi.in

રણબીર-શ્રદ્ધાની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ 100 કરોડની ક્લબમાં સામેલ થવાથી થોડી દૂર, બોક્સ ઓફીસ પર શાનદાર કમાણી

Social Share
મુંબઈઃ-  રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ દેશભરમાં ઘૂળેટીના દિવસે  રીલિઝ ક આ ફિલ્મ રિલીઝ થયાના એક વિકથી વધુ સમય વિતી ગયો હોવા છત્તા બોક્સ ઓફીસ પર ઘૂમ મચાવી રહી છે.
8 માર્ચે સિનેમાઘરોમાં આવેલી આ રોમેન્ટિક કોમેડી ફિલ્મે દર્શકો જ નહીં ફિલ્મ સમિક્ષકોના પણ દિલ જીત્યા છે. તુ જૂઠી મેં મક્કારને બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મની પહેલા દિવસની કમાણીના આંકડા મેકર્સને રાહત આપનારા હતા.‘તુ જૂઠી મેં મક્કાર’ એ અર્થમાં સફળ રહી છે કે તેને તેના શરૂઆતના દિવસે જ દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે.
 હવે મહત્વની વાત એ છે કે આ ફિલ્મ ટૂંક સમયમાં આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં જોવા મળી છે. આ ફિલ્મે પહેલા દિવસે 15.73 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હવે વિકેન્ડ આવી રહ્યો છે ત્યારે આ ફિલ્મને વિકેન્ડનો પણ લાભ મળી શકે છે.ત્યારે 2 દિવસ બાદ વિકેન્ડ હોવાથી ફરી આ ફિલ્મને તેનો લાભ મળી શકે છે.

ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કર’એ તેની રિલીઝના 9મા દિવસે એટલે કે ગુરુવારે બોક્સ ઓફિસ પર 4.80 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ઉપરાંત, આ ફિલ્મની અત્યાર સુધીની સૌથી ઓછી કમાણી કરનાર છે. આ સાથે જ ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કર’નું કુલ કલેક્શન હવે 92.71 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ સાથે જ ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કર’ 100 કરોડ ક્લબમાં સામેલ થવાથી થોડાક જ ડગલાં દૂર છે.

જણાવી દઈએ કે ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કર’ એ પહેલા વીકએન્ડમાં જ 70 કરોડથી વધુની કમાણી કરી હતી. આ પછી હવે ફિલ્મની 9મા દિવસની કમાણીના પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે. રિલીઝના 9માં દિવસે એટલે કે ગુરુવારે ‘તુ જૂઠી મેં મક્કર’એ બોક્સ ઓફિસ પર 4.80 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

 

Exit mobile version