Site icon Revoi.in

ટેસ્ટ ક્રિકેટમાં ઝડપી વિકેટ લેવાના મામલે રવિચંદ્રન અશ્વિન રચ્યો ઈતિહાસ

Social Share

અમદાવાદઃ ભારતીય અનુભવી ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન શુક્રવારે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 500 વિકેટ લેનાર બીજો બોલર બન્યો છે. રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે અશ્વિને જેક ક્રોલીને રજત પાટીદારના હાથે કેચ આઉટ કરાવીને આ સિદ્ધિ મેળવી હતી.

અશ્વિને તેની 98મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. આ યાદીમાં ટોચના સ્થાને શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મુથૈયા મુરલીધરન છે, જેણે 87 મેચમાં આ સિદ્ધિ મેળવી છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અને અનુભવી સ્પિનર ​​અનિલ કુંબલે ત્રીજા સ્થાને છે. તેણે 105 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.

આ યાદીમાં ચોથા નંબર પર ઓસ્ટ્રેલિયન લેગ સ્પિન દિગ્ગજ શેન વોર્ન છે. વોર્ન 108 ટેસ્ટ મેચમાં આ સીમાચિહ્ન સુધી પહોંચ્યો હતો. પાંચમા નંબર પર ઓસ્ટ્રેલિયાના અન્ય દિગ્ગજ ગ્લેન મેકગ્રા છે, જેમણે 110 ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી છે. અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 16 ઓવરમાં 1 વિકેટે 92 રન બનાવી લીધા છે. ઓલી પોપ 2 અને બેન ડકેટ 69 રન બનાવીને અણનમ છે. ભારતે તેના પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા.