Site icon Revoi.in

RBIએ વ્યાજ દરોમાં ન કર્યો કોઈ ફેરફાર ,રેપો રેટ 6.50 ટકા પર યથાવત

Social Share

દિલ્હીઃ- ભારતીય રિઝર્વ બેંકની ત્રણ દિવસની બેઠક ચાલી રહી હતી  6 જૂનથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ની ત્રણ દિવસીય મોનેટરી પોલિસી કમિટી એટલે કે MPCની બેઠક શરુથી હતી જે  આજે એટલે કે  8 જૂન સુધી ચાલી હતી ત્યારે, RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આજે રેપો રેટમાં ફેરફાર નહીં કરીને ગ્રાહકોને મોટી રાહત આપી છે.

રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ આજે ​​પોલિસી રેટ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે, જેના કારણે સામાન્ય લોકોના ઘર, કાર અને અન્ય પ્રકારની લોનના હપ્તામાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. સમિતિએ રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રેપો રેટમાં ગયા વર્ષના મે મહિનાથી 2.50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હાલમાં, તેમાં કોઈ વધારો કરવામાં આવી રહ્યો નથી, પરંતુ નીતિ દરો યથાવત રાખવાની વચ્ચે, સમિતિએ અનુકૂળ વલણમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ તેમણે કહ્યું કે MPCના તમામ સભ્યોએ વ્યાજ દરો સ્થિર રાખવાનું સમર્થન કર્યું છે.અગાઉ એપ્રિલ મહિનામાં રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની પ્રથમ બેઠક મળી હતી અને તે બેઠકમાં પણ પોલિસી રેટ સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પહેલા આરબીઆઈએ મોંઘવારી પર અંકુશ મેળવવા માટે રેપો રેટમાં સતત વધારો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે મે 2022 માં, RBIએ લાંબા અંતર પછી રેપો રેટમાં ફેરફાર કર્યો. ફુગાવાને નિયંત્રિત કરવા માટે, રિઝર્વ બેંકે મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી રેપો રેટમાં 6 વખત વધારો કર્યો અને આ રીતે તે વધીને 6.50 ટકા થયો.ઉલ્લેખનીય છે કે નાણાકીય નીતિ સમિતિ છૂટક ફુગાવા અને જીડીપી વૃદ્ધિ દરને ધ્યાનમાં રાખીને વ્યાજ દર અંગે નિર્ણય લેવામાં આવે છે.