Site icon Revoi.in

RBI નાણાકીય નીતિ સમિતિની બેઠક સમાપ્ત – રેપો રેટમાં કોઈ બદલાવ નહી

Social Share

દિલ્હીઃ- ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠક આજ રોજ સમાપ્ત થઈ ચૂકી છે. કેન્દ્રીય બેંકના ગવર્નર શક્તિકંતા દાસ એક પ્રેસ કોન્ફરન્સમાં સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની ઘોષણા કરી રહ્યા છે.

કોરોના વાયરસ મહામારીના કારણે સમગ્ર દેશની અર્થવ્યવસ્થાને અસર થઈ છે. આવી સ્થિતિમાં, સેન્ટ્રલ બેંકે કરેલી જાહેરાતો મહત્વપૂર્ણ સાબિત થાય છે.વર્ષ  2021-22ના સામાન્ય બજેટની રજૂઆત બાદ MPC ની આ પહેલી સમીક્ષા બેઠક છે. છેલ્લા ત્રણ નાણાકીય સમીક્ષા બેઠકોમાં એમપીસીએ વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. રિઝર્વ બેંકે છેલ્લે 22 મે 2020 ના રોજ નીતિ દરમાં સુધારો કર્યો હતો.

આરબીઆઈની બેઠકની કેટલીક મહત્વની વાતો

સાહિન-