Site icon Revoi.in

મહારાષ્ટ્રના રાજકરણમાં ઉથલપાથલ – બળવાખોર ધારાસભ્ય પહોંચ્યા આસામના ગુવાહાટી – CM બિસ્વા સાથે કરશે મુલાકાત

Social Share

મુંબઈઃ- મહારાષ્ટ્રના રાજકરણમાં બે દિવસથી ઉથલપાથલ મચી છે, એકનાથ શિંદે અનેર એમએલએ સહીત પહેલા સુરત આવી પહોચ્યા હતા ત્યારે બદા તેઓ આસામ પહોચ્યા હતા જ્યાં તેમણે મુખ્યમંતિ હેમંત બિસ્વા સાથે પણ મુલાકાત કરી છે ત્યારે હવે રાજકરણમાં કંઈક મોટૂ થવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

એકનાથ શિંદે સાથે 40 ધારાસભ્યો સુરતથી દૂર ગુવાહાટી પહોંચી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેને ગુવાહાટીની એક પ્રખ્યાત હોટલમાં રાખવામાં આવ્યા છે. થોડી જ વારમાં સીએમ હિમંતા બિસ્વા સરમા પણ હોટલમાં શિંદે સહિત તમામ ધારાસભ્યોને મળવાના છે.

આ સાથએ જ આ સમગ્ર ઘટનાને નિયંત્રિત કરવાની જવાબદારી ભાજપના નેતા સંજય કુટેને સોંપવામાં આવી છે. દરમિયાન દિલ્હીમાં પણ રાજકીય આંદોલન તેજ બન્યું છે. દેવેન્દ્ર ફડણવીસ બુધવારે ગમે ત્યારે PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળી શકે છે.

અત્યાર સુધી મળેલા સમાચાર મુજબ બુધવારે 40 ધારાસભ્યોના સમર્થનનો પત્ર ફેક્સ કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદે રાજ્યપાલને પત્ર મોકલી શકે છે. દરમિયાન, ઉદ્ધવ ઠાકરેએ પોતે મંગળવારે શિંદને મનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાબતો પૂર્ણ થઈ શકી ન હતી.

બીજી તરફ વાત કરીએ અન્ય પાર્ટીની તો કોંગ્રેસ અને એનસીપી પણ એક્શન મોડમાં જોવા મળે છે અને પોતાના ધારાસભ્યોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. શરદ પવાર આજે મુંબઈમાં ધારાસભ્યો સાથે બેઠક કરી શકે છે. 

ઈડીની પૂછપરછને કારણે કોંગ્રેસ હાઈકમાન્ડ હાલમાં નારાજ હોવાનું  કહેવામાં આવી રહ્યું છે, પરંતુ વરિષ્ઠ નેતાઓને નિયંત્રણ જાળવવાની જવાબદારી સોંપવામાં આવી છે. શરદ પવારના ભત્રીજા બુધવારે દિલ્હી પહોંચવાના અહેવાલ છે અને માનવામાં આવી રહ્યું છે કે તેઓ કોંગ્રેસ હાઈકમાન્ડને પણ મળી શકે છે

શિંદેની સાથે 35 ધારાસભ્યો શિવસેનાના છે. આ સિવાય અપક્ષો અને નાના પક્ષોનું પણ સમર્થન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસ અને એનસીપીના કેટલાક ધારાસભ્યો પણ શિંદેના સંપર્કમાં છે ત્યારે હવે આગળ શું થશે એ તો આવનારો સમય જ બતાવી શ કે છે.રાજકરણમાં કંઈક રંધાઈ રહ્યું છે પરંતુ તે અંગે કોઈ સ્પષ્ટ જાણકારી આપી રહ્યું નથી, દરેક બાબતે અહી અનુમાન લગાવવામાં આવી રહ્યા છે