Site icon Revoi.in

દિલ્હીમાં સ્વતંત્રતા દિવસને લઇને લાલકિલ્લા પર ડ્રોન હુમલાની આશંકા વચ્ચે આજથી લાલકિલ્લો બંધ કરાયો

Social Share

દિલ્હીઃ-દેશની રાજધાની દિલ્હીમાં 15 ઓગસ્ટ 15  પહેલા અને ચોમાસું સત્ર વચ્ચે ડ્રોન હુમલો કરવાનું કાવતરું રચવામાં આવ્યું હોવાની શંકાઓ સેવાઈ રહી છે.જેને લઈને હવે સુરક્ષા એજન્સીઓએ આ અંગે એલર્ટ જારી કર્યું છે.

ગુપ્તચર એજન્સીઓએ આપેલી ચેતવણી પ્રમાણે આતંકવાદીઓ ‘ડ્રોન જેહાદ’ કરીને દિલ્હીમાં એક મોટૂ આતંકવાદી ષડયંત્ર ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુપ્ત માહિતી અનુસાર, તેઓ 15 ઓગસ્ટ પહેલા દિલ્હીને હચમચાવી નાખવાના નાપાક ઈરાદાને લઈને યોજના ઘડી રહ્યા છે. જેમાં ખાસ કરીને  15 ઓગસ્ટના દિવસે દિલ્હીની સુરક્ષા પર જોખમ વધ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સુરક્ષા એજન્સીઓએ દિલ્હી પોલીસને ચેતવણી આપી છે કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી હતી, આવી સ્થિતિમાં, આતંકવાદીઓ આ દિવસે જ આ ઘટનાને અંજામ આપવાના કાવતરામાં રોકાયેલા છે.ત્યારે હવે આતંકીઓની નાપરાક સાજીશને લઈને  લાલ કિલ્લો પણ દસ દિવસ પહેલા 15 ઓગસ્ટ સુધી બંધ કરવામાં આવ્યો છે.

ગુપ્તચર ચેતવણી બાદ દિલ્હી પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. ખાસ કરીને 15 ઓગસ્ટને ધ્યાનમાં રાખીને લાલ કિલ્લાની સુરક્ષા વ્યવસ્થાને લઈને કેન્દ્રીય એજન્સીઓ અને દિલ્હી પોલીસ અધિકારીઓની ઘણી મહત્વપૂર્ણ બેઠકો યોજાઇ છે. પ્રથમ વખત, દિલ્હી પોલીસ અને અન્ય દળોને ડ્રોન એટેકના જોખમને પહોંચી વળવા માટે ખાસ પ્રકારની તાલીમ પણ આપવામાં આવી છે. જેમાં ‘સોફ્ટ કીલ’ અને ‘હાર્ડ કીલ’ તાલીમ શામેલ છે. આ તાલીમમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ શંકાસ્પદ ડ્રોન દિલ્હી અથવા તેની સરહદમાં દેખાય છે, તો તેને જામ કરવો અથવા તેને ઉડાવી દેવાના આદેશ આપવામાં આવ્યા છે.