Site icon Revoi.in

ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો, ટ્રાફિક વિભાગ માટે 4.66 કરોડની ફાળવણી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા માટે સરકાર અને પોલીસ દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. જેના પરિણામ સ્વરૂપે વર્ષ 2012ની સરખામણીએ માર્ગ અકસ્માતમાં 45 ટકા જેટલો ઘટાડો થયો છે. રાજ્ય સરકાર અને ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને જાગૃત કરવાના સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જેથી માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો થવાનું મનાઈ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તે માટે અને લોકો ટ્રાફિકને લઈને જાગૃત બને તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાતમાં ટ્રાફિક વિભાગ માટે 4.66 કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસને આધુનિક બનાવવા માટે નવા 68 ઇન્ટરસેપ્ટર અને હાઇવે પેટ્રોલીંગ માટે 93 જેટલી નવી કાર, ક્રેઇન જેવા અનેક નવા વાહનો અને સાધનો ખરીદવામાં આવશે. જેનો હેતુ રાજ્યમાં રોડ સેફ્ટીના અસરકારક અમલનો છે.