Site icon Revoi.in

દેશભરમાં વરસાદની સ્થિતિને લઈને પીએમ મોદીએ મંત્રીઓ પાસે પરિસ્થિતિનો તાગ મેળવ્યો

Social Share

દિલ્હીઃ- દેશભરમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે દરેક રાજ્યનું તંત્ર એલ ર્ટ બનતું જોવા મળી રહ્યું છએ ત્યારે આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ અસરગ્રસ્ત રાજ્યોના મંત્રીઓ પાસેથી વરસાદના કારણે સર્જાયેલી તારાજીની સ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો.

ખાસ કરીને  ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન, વાદળ ફાટવા, મકાન ધરાશાયી થવા, ઝાડ અને વીજળી પડવાને કારણે 34 લોકોના મોત થયા છે. ત્યારે પીએમ મોદીને જે તે રાજ્યોના મંત્રીઓએ પોતાના ત્યાની સ્થિતિ વિશે માહિતી આપી હતી.

જાણકારી અનુસાર જે તે રાજ્યોના અધિકારીઓએ વડા પ્રધાનને ભારે વરસાદને કારણે બગડેલી પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી . તેમને જાણ કરવામાં આવી હતી કે સ્થાનિક વહીવટીતંત્ર, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો અસરગ્રસ્ત લોકોની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી એમિત શાહ પણ પરિસ્થિતિ પર નજર રાખવા માટે દિલ્હી અને જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર સાથે વાતચીત કરી હતી છે. તેમણે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા પંજાબ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓનો પણ સંપર્ક કર્યો છે સતત દેશમાં વરાસદના કારણે ઘણા સ્થઆનોએ પુર જેવી સ્થિતિ સર્જાય રહી છે જેને લઈને ઉચ્ચઅધિકારીઓ પણ એક્શન મોડમાં આવ્યા છે.