Site icon Revoi.in

ભારત શોધ સંસ્થાન દ્વારા ‘ભારત-ઇઝરાયલની પ્રાચીન સંસ્કૃતિ’ વિષય પર લેક્ચરનું આયોજન

Social Share

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી ભારત અને ઇઝરાયલ વચ્ચેના સંબંધોમાં મજબૂતાઇ જોવા મળી રહી છે. જેના કેટલાક કારણો એ છે કે ઇઝરાયલમાં આશરે 15,000 ભારતીય નાગરિકો છે. જે પૈકી 13,500 ભારતીય ઇઝરાયલના વૃદ્વોની કાળજી રાખવાનું કામ કરી રહ્યા છે. આ ઉપરાંત ડાયમંડ ટ્રેડર્સ, IT વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ ઇઝરાયલમાં વસવાટ કરી રહ્યા છે. તે ઉપરાંત આશરે 85000 ભારતીય મૂળના યહૂદીઓ ઈઝરાયેલમાં વસવાટ કરે છે, જેઓ ઈઝરાયેલના પાસપોર્ટધારકો છે. તેઓ વર્ષ 1950થી 1960ના દાયકામાં ભારતથી ઈઝરાયેલ ગયા હતા.

બીજી તરફ, વિશ્વના દેશોમાંથી ભારતે યહૂદીઓને હંમેશા આવકાર આપ્યો છે, જેમણે ભારતીય સંસ્કૃતિમાં ઉમદા યોગદાન આપ્યું છે. ઇઝરાયલમાં ભારત એક મજબૂત સાંસ્કૃતિ પરંપરા ધરાવતો એક પ્રાચીન દેશ હોવાની ઓળખ ધરાવે છે. ઇઝરાયલે પણ બીજી તરફ યોગ અને આયુર્વેદને અપનાવ્યા છે જે ભારતના પાયા છે.

આ રીતે બંને દેશો વચ્ચેની મિત્રતા વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન વધુ ગાઢ બને તે માટે ભારત શોધ સંસ્થાન દ્વારા ભારત-ઇઝરાયલની સંસ્કૃતિ પર એક લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે 5 ઑક્ટોબર, 2021ના રોજ સાંજે 6.30 કલાકે આ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત શોધ સંસ્થાન દ્વારા ‘ભારત-ઇઝરાયલ, પ્રાચીન સંસ્કૃતિથી સંયુક્ત ભાવિનું નિર્માણ’ વિષય પર લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ લેક્ચરના મુખ્ય વક્તા તરીકે ઇઝરાયલના કોન્સ્યુલેટ જનરલ, કોન્સ્યુલ જનરલ કોબી શોશાની ઉપસ્થિત રહેશે. આ લેક્ચર બાદ ગુજરાત ઇઝરાયલ સાંસ્કૃતિક અને આર્થિક ફોરમનું પણ લૉન્ચિંગ યોજાશે.