Site icon Revoi.in

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એ સર્જનાત્મકતા અને સ્વરોજગાર માટેનું મહત્વનું પગથિયું

Social Share

એનઆઇએમસીજેમા એસએસઆઇપી 2.0 સંદર્ભે વિદ્યાર્થીઓ માટે સેમિનાર યોજાયો

અમદાવાદ: “ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એ સર્જનાત્મકતા અને સ્વરોજગાર માટેનું મહત્વનું પગથિયું છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી 2.0 કરાયેલા ફેરફારો બાદ તે સ્ટાર્ટઅપ સિસ્ટમને વધુ વેગવાન બનાવશે. આગામી પાંચ વર્ષમાં આ નવી પોલિસીની જોગવાઈઓ નો લાભ લઈને એનઆઇએમસીજે 100 થી વધુ વિદ્યાર્થીઓ/પૂર્વ વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ માટે પ્રેરિત/ પ્રોત્સાહિત કરી સ્વરોજગાર માટે સક્ષમ બનાવશે.” તેમ આજે રાજ્યમાં લાગૂ થયેલી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી 2.0 સંદર્ભે યોજાયેલા ઓનલાઇન સેમિનારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ,અમદાવાદ (એનઆઇએમસીજે)ના નિયામક ડો. શિરીષ કાશીકરે જણાવ્યું હતું.

વધુ વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે સંસ્થાના 16 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ મીડિયા શિક્ષણ લીધા બાદ જાહેરખબર, જનસંપર્ક, ડિજિટલ મીડિયા સહિતના ક્ષેત્રોમાં સફળ સ્ટાર્ટઅપ કર્યા છે. તેઓ હવે જોબ સીકર માંથી જોબ ક્રિએટર બન્યા છે. એસએસઆઈપી 1.0 અંતર્ગત સ્ટાર્ટઅપ કરનારા વિદ્યાર્થીઓને ગ્રાન્ટ આપનારી સમગ્ર ગુજરાતમાં એકમાત્ર મીડિયા શિક્ષણ સંસ્થા એનઆઇએમસીજે છે. આગામી વર્ષોમાં સંસ્થાના પોતાના વિશાળ કેમ્પસની સાથે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ માટે જરૂરી ઇન્કયુબેશન અને એક્સેલેરેશનની તમામ આધુનિક સુવિધાઓ વિદ્યાર્થીઓ /પૂર્વ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવાશે.

 

સેમિનારના પ્રથમ ભાગમાં રાજ્યના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ. જે. હૈદરે નવી પોલીસીના મહત્વના પાસાઓ વિશે માહિતી આપી હતી અને આગામી પાંચ વર્ષોમાં 50 લાખથી વધુ યુવાઓને આ વ્યવસ્થામાં આવરી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

સંસ્થાના વહીવટી અધિકારી અને એસએસઆઈપીના સંયોજક શ્રીમતી ઇલા ગોહિલે વિદ્યાર્થીઓને નવી પોલિસીની જોગવાઈઓની જાણકારી આપી હતી તથા નવા સર્જનાત્મક વિચારો સાથે આગળ આવવા, સ્વરોજગારી માટે સજ્જ થવા અનુરોધ કર્યો હતો. સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી અને એસએસઆઈપી નેશનલ એવોર્ડ વિજેતા મોહિત પઢિયારે તેમના ફાયર ફાઈટિંગ પરત્વે સ્ટાર્ટઅપની વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી અને સંસ્થા દ્વારા આ માટે અપાતી નાણાકીય અને અન્ય સુવિધાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. સમગ્ર સેમિનાર ઓનલાઇન અને ઓફલાઇન એમ બ્લેન્ડેડ  મોડમાં યોજાયો હતો જેમાં સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ/ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો જોડાયા હતા.