Site icon Revoi.in

ચિન્મય યુવા કેન્દ્રના ઓનલાઇન કોન્વેશનમાં આજે “ભાગવત ગીતા – માય ફ્રેન્ડ” વિષય પર વક્તવ્યનું ઓનલાઇન આયોજન

Social Share

અમદાવાદ: દર વર્ષે 12મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના અનેક યુવાનોના પ્રણેતા અને મહાન દાર્શનિક તેમજ ભારતના ઉત્થાનમાં જેનું મહત્વપૂર્ણ યોગદાન છે તેવા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિના ભાગરૂપે પણ રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવાય છે.

આ વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે ચિન્મય યુવા કેન્દ્ર દ્વારા નેશનલ ઓનલાઇન યુથ  કોન્વેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ચિન્મય યુવા કેન્દ્ર દ્વારા આયોજીત નેશનલ ઓનલાઇન યુથ કોન્વેશનમાં ગીતા એન્ડ ઇન્સ્પાયરિંગ ટ્રેન્ડ ટુ ટ્રેઝર (GIFT) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં અનેક સ્ટોરી, મ્યુઝિક તેમજ ડાન્સને લગતી પ્રવૃત્તિઓનું થતું આયોજન એ શ્રીમદ ભાગવત ગીતા સાથે જોડાયેલા છે. આજે સોશિયલ ડેવલપમેન્ટ પ્રોફેશનલ તેમજ વિદ્વાન સિદ્વાર્થ દવે દ્વારા “ભાગવત ગીતા – માય ફ્રેન્ડ” વિષય પર વક્તવ્ય આપવામાં આવશે. આ વિષયનું માધ્યમ અંગ્રેજી રહેશે. આજે સાંજે 7 થી 8.30 વાગ્યા દરમિયાન ઓનલાઇન વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમના દરેક સેશન્સ નિ:શુલ્ક છે. આ કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે તમે www.chinmayayuvakendra.org પર વિઝીટ કરી શકો છો.

આ કાર્યક્રમમાં નોંધણી માટે, અહીંયા આપેલી લિંક પર ક્લિક કરો

https://chinmayayuvakendra.chinmayamission.com/

(સંકેત)