Site icon Revoi.in

ગાંધીનગર: ગિફ્ટ સિટીમાં બેંક ઑફ અમેરિકાનું સેન્ટર શરૂ

Social Share

ગાંધીનગર: ભારતના પ્રથમ એવા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટમાં બેંક ઑફ અમેરિકાએ તેના ગ્લોબલ બિઝનેશ સર્વિસિઝ સેન્ટરને શરૂ કરી દીધું છે. પ્રારંભમાં 500 કર્મચારીઓથી શરૂ થયેલા આ સેન્ટરમાં ટૂંક સમયમાં 1500 લોકોને રોજગારી મળશે.

બેંક ઓફ અમેરિકાએ ગિફ્ટ સિટીમાં સર્વિસ સેન્ટર શરૂ કર્યું છે. આ બેંક ભારતના પાંચ શહેરો – ગુરુગ્રામ, મુંબઇ, ચેન્નાઇ, હૈદરાબાદ અને ગિફ્ટ સિટીમાં કુલ 29000 લોકોને રોજગારી આપી રહ્યું છે. આ સેન્ટરના પ્રતિનિધિએ કહ્યું હતું કે ગિફ્ટ સિટીના આ સેન્ટરમાં ફિનટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર હવે ધ્યાન કેન્દ્રીત કરશે.

ગિફ્ટ સિટીમાં સ્થિત સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન વિસ્તારમાં નવા બનેલા 24 માળના બિલ્ડીંગમાં બેંક ઓફ અમેરિકાનું સેન્ટર છે. આ બિલ્ડીંગ કેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ દ્વારા નિર્મિત છે.  બિલ્ડીંગમાં 6 માળ એટલે કે 11 થી 16 માળ બેંક ઓફ અમેરિકા માટે ફાળવવામાં આવ્યા છે. આ બિલ્ડીંગમાં બેંક ઓફ અમેરિકા માટે બીજા 3 માળ પણ અનામત રાખવામાં આવ્યા છે.

ગિફ્ટ સિટીના એક્ઝિક્યુટીવે કહ્યું હતું કે બેન્ક ઓફ અમેરિકાએ ગિફ્ટ સિટીના એસઇઝેડ વિસ્તારમાં આવેલી એક મલ્ટીસ્ટોરિયેડ બિલ્ડીંગમાં છ માળની ઓફિસ શરૂ કરી છે પરંતુ બેન્કની સ્વતંત્ર બિલ્ડીંગની માગણી સ્વિકારી અલગ ઇમારત માટે તેને પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું છે.

(સંકેત)