Site icon Revoi.in

અમદાવાદ: મેઘમણી ઓર્ગેનિક્સ લિ. દ્વારા વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનને રૂ.1 કરોડનું દાન

Social Share

અમદાવાદ: મેઘમણી ગ્રૂપ દ્વારા વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનને પ્રતિબદ્વતા પૂર્વક 1 કરોડ રૂપિયાનું દાન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ દાનની રકમ 4 ભાગમાં આપવાનું નિર્ધારિત કરાયા બાદ મેઘમણી દ્વારા ગત વર્ષે રૂ.25 લાખનું પ્રથમ દાન કરવામાં આવ્યું હતું. જે બાદ આજે રૂ.25 લાખના બીજા ઇન્સ્ટોલમેન્ટનું દાન આપવામાં આવ્યું હતું.

આજે પ્રહલાદનગર સ્થિત મેઘમણી ગ્રૂપની હેડ ઓફિસ ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમ દરમિયાન મેઘમણી ગ્રૂપ દ્વારા વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનને દાન તરીકે બીજું રૂ.25 લાખનું ઇન્સ્ટોલમેન્ટ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટી પ્રદિપ જૈન તેમજ ડાયરેક્ટર ડૉ.શિરીષ કાશિકર પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મેઘમણી ઓર્ગેનિક્સ લિ.ના સી.એમ.ડી. જયંતિ પટેલ, એમ.ડી. આશિષ સોપારકર, એમ.ડી. નટુભાઇ પટેલ, ડાયરેક્ટર રમેશ પટેલ અને ડાયરેક્ટર આનંદ પટેલ વિશેષ ઉપસ્થિત રહીને વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનને રૂ.25 લાખનું દાન આપ્યું હતું.

વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટી પ્રદિપ જૈન તેમજ ડાયરેક્ટર ડૉ. શિરીષ કાશિકરે આ પ્રસંગે મેઘમણી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ દાનથી આપણા દેશની સંદેશા વ્યવહાર પ્રણાલી પ્રગતિ સાથે વધુ મજબૂત બનશે. આ દેશની પ્રગતિમાં અમારા દ્વારા સંચાલિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ એક અગ્રણી ભાગ ભજવી રહી છે. આ ફાઉન્ડેશન હેઠળ આ સંસ્થા આજે માસ કૉમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમના ક્ષેત્રે દેશની એક આગવી સંસ્થા તરફ ઊભરી રહી છે.

આ પ્રસંગે મેઘમણીના ડાયરેક્ટરોએ કહ્યું હતું કે આ એજ્યુકેશન ફાઉન્ડેશનને હજુ પણ કોઇ વધુ મદદની આવશ્યકતા હશે તો પણ અમારી કંપની એ મદદ પૂરી પાડવા અને સહાયરૂપ બનવા માટે પ્રતિબદ્વ છે.

(સંકેત)