Site icon Revoi.in

ગુજરાતમાં પુરુષો કરતાં મહિલાઓ કરે છે તમાકુનું વધુ સેવન – નેશનલ સર્વે

Social Share

અમદાવાદ: તાજેતરમાં ગુજરાતમાં તમાકુના સેવનને લઇને ચોંકાવનારી હકીકત સામે આવી છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં રાજ્યમાં તમાકુના સેવનમાં પુરુષોની સંખ્યા ઘટી છે પરંતુ મહિલાઓની સંખ્યા વધી છે. રિપોર્ટ અનુસાર રાજ્યમાં તમાકુના સેવનમાં પુરુષોની સંખ્યામાં 10.3 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે મહિલાઓની સંખ્યામાં 1.3 ટકાનો વધારો થયો છે.

NFHSના વિગતવાર આંકડા સૂચવે છે કે 2005-06માં 60.2 ટકા પુરુષોએ તમાકુનું સેવન કર્યું હતું, જે વર્ષ 2015-16માં ઘટીને 51.4 ટકા થયું હતું અને 2019-20માં ઘટીને 41.4 ટકા થયું હતું. શહેરોમાં લગભગ 33.6 ટકા પુરુષો અને ગ્રામીણ વિસ્તારોમાં 46.7 ટકા પુરુષોએ વર્ષ 2019-20ના આંકડા મુજબ તમાકુનું સેવન કર્યું હતું. NFHS-IV (2015-16) મુજબ શહેરોમાં 46 ટકા પુરુષો અને ગ્રામીણ વિસ્તારોમાં 56.2 ટકા પુરુષોએ તમાકુનું સેવન કર્યું હતું.

જો કે, બીજી તરફ મહિલા ગ્રાહકોની પ્રમાણ માત્ર એક ટકા ઘટ્યું હતું, વર્ષ 2005-06માં 8.4 ટકા મહિલાઓએ કોઇપણ પ્રકારના તમાકુનું સેવન કર્યું હતું, જે વર્ષ 2015-16માં ઘટીને 7.4 ટકા તેમજ વર્ષ 2019-20માં 8.7 ટકા થયું હતું. તમાકુનું સેવન કરનારી મહિલાઓની સંખ્યા ગ્રામીણ વિસ્તારોમાં 11 ટકા તેમજ શહેરી વિસ્તારોમાં 5.4 ટકા હતી.

સર્વે અનુસાર, પુરુષોમાં અન્ય કોઇપણ પ્રકારના તમાકુના ઉપયોગ કરતાં તમાકુ સાથે ગુટકા તેમજ પાન મસાલાનો ઉપયોગ કરવાની શક્યતા ઘણી વધારે હોય છે. પુરુષો તેમજ મહિલાઓમાં, ગ્રામીણ વિસ્તારોમાં કોઇપણ પ્રકારના તમાકુનો ઉપયોગ વધેર છે – તમાકુ સાથે ગુટકા તથા પાન-મસાલા, ત્યારબાદ બીડી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લોકપ્રિય છે.

(સંકેત)