Site icon Revoi.in

સુરતમાં સુમુલ ડેરીએ રેકોર્ડ સર્જ્યો, એક જ દિવસમાં સૌથી વધુ દૂધનું કર્યું વેચાણ

Social Share

નવી દિલ્હી: સુરત સહિત સમગ્ર રાજ્યમાં મહાશિવરાત્રિની ઉજવણી ઉલ્લાસભેર અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. આ વખતે કોરોનાની ગાઇડલાઇન સાથે મંદિરોમાં ઉજવણી થઇ હતી. આ વખતે મહાદેવનો આ તહેવાર સુરતની સુમુલ ડેરીને ફળ્યો છે. એક જ દિવસમાં સુમુલ ડેરી દ્વારા અધધ…14 લાખ લિટર દૂધનું વેચાણ કરવામાં આવ્યું છે.

સામાન્ય દિવસોમાં સુમુલ ડેરી દ્વારા 11 લાખ લિટર દૂધનું વેચાણ થતું હોય છે. પરંતુ મહાદેવના તહેવારના દિવસે શિવાલયોમાં અભિષેક તેમજ ઉપવાસમાં દૂધની માંગ વધુ રહેતી હોવાથી સામાન્ય દિવસો કરતાં શિવરાત્રિ પર 3 લાખ લિટર વધુ દૂધનું વેચાણ થયું છે. ડેરી દ્વારા થયેલા રેકોર્ડ બ્રેક વેચાણનો સીધો ફાયદો પશુપાલકોને થશે.

શિવરાત્રિ નિમિતે સામાન્ય દિવસો કરતાં 3 લાખથી વધુ લિટર દૂધનું વેચાણ થયું છે. જેનાથી જૂના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. આજના દિવસે સુમુલ ડેરીમાંથી દૂધ અને છાશનું રેકોર્ડબ્રેક વેચાણ થયું છે.છાશનું વેચાણ 2,84,478 લિટર થયું છે.

(સંકેત)

Exit mobile version