Site icon Revoi.in

AMA ખાતે સિનેચાહકો માટે ‘ધ ગ્રેટ ઇન્ડિયન સિનેમા ક્વિઝ’નું આયોજન

Social Share

અમદાવાદ: સિનેચાહકોને જ્યારે ભારતીય સિનેજગત વિશે વાત કરવાનો મોકો આપવામાં આવે ત્યારે તેઓ સતત તેના વિશે રસપ્રદ અને અવનવી વાતો કરતા પણ થાકતા નથી. સિનેચાહકોને જો ભારતના સિનેજગત વિશે પ્રશ્નો પૂછવામાં આવે તો તેઓ વધુ પ્રફુલ્લિત થાય છે ત્યારે હવે સિનેચાહકો માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ‘ધ ગ્રેટ ઇન્ડિયન સિનેમા ક્વિઝ’નું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આગામી શનિવારે એટલે કે, 27 માર્ચ, 2021ના રોજ સાંજે 6.00 કલાકે ‘ધ ગ્રેટ ઇન્ડિયન સિનેમા ક્વિઝ’નું આયોજન કરવામાં આવ્યું છે. AMAના અટિરા કેમ્પસના AMA કોમ્પ્લેક્સ ખાતે આવેલા સેમિનાર હોલમાં ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ક્વિઝનું આયોજન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે અને ક્વિઝનું સંચાલન માર્કેટિંગ કમ્યુનિકેશન એડવાઇઝર સંજય ચક્રવર્તી દ્વારા કરવામાં આવશે. આ એક ઓન ગ્રાઉન્ડ ઇવેન્ટ હોવાથી ઇવેન્ટ દરમિયાન કોવિડ-19ની દરેક માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.

આ ક્વિઝ ઇવેન્ટમાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત યુવા પ્રોફેશનલ્સ પણ ભાગ લઇ શકશે. આ એક ઓપન ક્વિઝ હોવાથી વ્યક્તિગત નોંધણી પણ કરાવી શકાશે. આ ક્વિઝમાં નિ:શુલ્ક ભાગ લઇ શકાશે. સિનેચાહકો રસપ્રદ ક્વિઝ દરમિયાન ભારતીય સિનેજગતની અનેક રસપ્રદ બાબતો વિશે જાણકારી મેળવી શકશે તેમજ વિજેતાઓ અને દર્શકોને પ્રાઇઝ પણ આપવામાં આવશે.

કઇ રીતે ભાગ લઇ શકશો

જે સિનેચાહકો આ ક્વિઝમાં ભાગ લેવા ઇચ્છે છે તે પોતાની એન્ટ્રી, તેમના નામ, સંસ્થાનું નામ, સંસ્થાની વિગતો, કોન્ટેક્ટ નંબર નીચે આપેલી વિગતો પર મોકલી શકશે.

ઇમેઇલ આઇડી: ama@amaindia.org

ફોન નંબર: 079-26308601-05

મોબાઇલ: 7203030990