Site icon Revoi.in

આ ફળોનું નિયમિત સેવન કરવાથી વજનમાં થાય છે ઘટાડો

Social Share

આજકાલ લોકો મોટી સંખ્યામાં રૂપિયા ખર્ચી રહ્યા છે વજનને ઓછુ કરવા માટે તો કોઈ વજનને વધારવા માટે, પણ કેટલાક લોકો એવા છે કે જેઓ સામાન્ય રીત અને ગણતરી મુજબ કેટલીક વસ્તુનું સેવન કરે છે અને તેમને શરીરમાં યોગ્ય ફરક જોવા મળે છે. ઉનાળામાં પણ જો કેટલાક ફળોનું સેવન કરવામાં આવે તો તે શરીરમાં વજન ઉતારવામાં મદદરૂપ છે.

ગરમીઓમાં અનેક પ્રકારના ફળોનું ઉત્પાદન થાય છે. આ સિઝનમાં અનેક ફળ એવા હોય છે જે પાણીથી ભરપુર હોય છે. જે શરીરને ઠંડક પહોંચાડે છે સાથે જ શરીરને અનેક પોષક તત્વો પણ પૂરા પાડે છે. ગરમીઓમાં આ ફળોનું સેવન તમે સ્મુધી, સેલડ, જ્યુસ વગેરેના રૂપે કરી શકો છો. આ ફળોના સેવનથી શરીર સ્વસ્થ રહેવાની સાથે વજનમાં પણ ઘટાડો થાય છે. કારણ કે આ ફળમાં કેલેરીની માત્રા ઓછી હોય છે સાથે જ ફાઇબર અને પાણીની માત્રા મહત્તમ હોય છે.

ગરમીની ઋતુમાં તમને તરબૂચ જ ખૂબ સરળતાથી મળી જશે. તરબૂચમાં પાણીની માત્રા સૌથી વધુ હોય છે. સાથે જ તેમાં અનેકની ન્યુટ્રિઅન્ટસ પણ ઉપલબ્ધ હોય છે. તરબૂચ વિટામીન એ, વિટામીન બી, વિટામિન સી અને એમિનો એસિડ જેવા તત્વોથી ભરપૂર હોય છે. તેમાં લગભગ 90 ટકા પાણી હોય છે શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદરૂપ થાય છે. સાથે જ તેના સેવનથી તમારા શરીરનું વજન પણ કંટ્રોલમાં રહે છે.

જો વાત કરવામાં આવે ઉનાળાનું ખાસ ફળ અને ફળોના રાજાનું તો કેરી પણ મોટા પ્રમાણમાં ફાયદાકારક છે. કેરીમાં અનેક પોષક તત્વો હોય છે. તેમાં પણ સૌથી ઓછી કેલરી હોય છે. 100 ગ્રામ કેરીમાં અંદાજે 57 કેલરી હોય છે. તેના સિવાય તેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાઇબર જેવા તત્વો પણ હોય છે. વજન ઘટાડવા માટે તમે ગરમીમાં કેરીનું ભરપૂર સેવન કરી શકો છો.

ગરમીની ઋતુમાં ઠંડા વિસ્તારોમાં પ્લમનું ઉત્પાદન સૌથી વધુ થતું હોય છે. આ ફળમાં પણ કેલરીની માત્રા સૌથી ઓછી હોય છે. તેમાં ડાયટરી ફાઇબર, ઈસ્ટિન, સૉર્બિટૉલ જેવા તત્વો પણ મળી આવે છે. શરીરમાં આ તત્વને પૂર્તિથી હાઇ બ્લડપ્રેશરની સમસ્યા દૂર થાય છે પાચનતંત્રને તંદુરસ્ત રાખવામાં પણ પ્લમ મદદરૂપ થાય છે. 66 ગ્રામ પ્લમમાં કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન જેવા અન્ય તત્વો પણ હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ફળ વજનને ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.