Site icon Revoi.in

ટ્રેનના યાત્રીઓને રાહત – એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસની ટ્રેનોના ભાડામાં 25 ટકા ઘટાડો થશે

Social Share

દિલ્હીઃ- ટ્રાનમાં યાત્રા કરનારા લોકો માટે મોટા રાહતના સમાચાર મળી રહ્યા છે. રેલ્વે બોર્ડ દ્રારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે જે પ્રમાણે આગામી દિવસોમાં રેલ્વેના એસી ચેર કોચના ભાડામાં યાત્રીઓને મોટી રાહત આપવામાં આવશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે બોર્ડે કહ્યું છે કે વંદે ભારત સહિત તમામ ટ્રેનોના એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં 25 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે. રેલ્વે બોર્ડે ઝોનને એવી ટ્રેનોમાં કન્સેશનલ ભાડાની યોજના દાખલ કરવા કહ્યું છે જે છેલ્લા 30 દિવસમાં 50 ટકાથી ઓછી ઓક્યુપન્સી ધરાવે છે.

જાણકારી પ્રમાણે  બોર્ડે એસી ચેર કાર અને વંદે ભારત સહિતની ટ્રેનોના એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરનારાઓને મોટી રાહત આપવાની વાત કરી છે. જેનાથી હવે જો તમે પણ આ પ્રકારની ફ્ર્સ્ટ ક્લાસ ટ્રેનની કાયમી યાત્રી છો તો તમારા ખિસ્સા પરનો ભાર ઘટવા જઈ રહ્યો છે.
રેલવેના ભાડામાં વધુમાં વધુ 25 ટકા સુધીની જ રાહત આપવામાં આવશે. તો બીજી તરફ અન્ય ચાર્જ જેમ કે રિઝર્વેશન ચાર્જ, સુપર ફાસ્ટ સરચાર્જ, GST વગેરે અન્ય જે પણ ચાર્જ હોય તે અલગથી વસૂલવામાં આવશે. તો એની સાથે જ કેટેગરી અનુસાર ભાડામાં છૂટછાટ આપી શકાય છે. છેલ્લા 30 દિવસ દરમિયાન 50 ટકા ઓક્યુપેન્સી ધરાવતી ટ્રેનોને ધ્યાનમાં લેવામાં આવશે. આદેશ મુજબ, ભાડામાં રાહત પણ પરિવહનના સ્પર્ધાત્મક મોડ્સના ભાડા પર નિર્ભર રહેશે. 
રેલ સેવાઓના મહત્તમ ઉપયોગને ધ્યાનમાં રાખીને, મંત્રાલયે એસી સીટ ટ્રેનના ભાડામાં રાહત આપવા માટે રેલ્વેના વિવિધ વિભાગોના મુખ્ય મુખ્ય વાણિજ્ય પ્રબંધકોને સત્તા આપવાનો નિર્ણય કર્યો છે. “એસી ચેર કાર અને અનુભૂતિ અને વિસ્ટાડોમ બોગી સહિતની એસી સીટ ધરાવતી તમામ ટ્રેનોના એક્ઝિક્યુટિવ ક્લાસમાં ઘટાડો કરવાની આ યોજના લાગુ કરાશએ તેમ પણ માહિતી આપવામાં આવી છે.
Exit mobile version