Site icon Revoi.in

કોરોનામાં રાહત – છેલ્લા 24 કલાકમાં 5,379 કેસ સામે આવ્યા, સક્રિય કેસો હવે 51 હજારથી પણ ઓછા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે , જો કે ઘણા દિવસોથી કોરોનાના કેસો 6 હજારથી અંદર નોંધાઈ રહ્યા છે જેના લીઘે હવે દેશમાં એક્ટિવ કેસો પણ ઘટીને 50 હજાર થવાને આરે છે. આ સાથે જ સાજા થનારા દર્દીઓની સંખઅયામાં પણ વધતી જોવા મળી રહી છે, દૈનિક નોંધાતા કેસોની સરખામણીમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા હવે બમણી જોઈ શકાય છે.

જો દેશભરમાં છેલ્લા 2 કલાકની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કુલ કોરોનાના 5 હજાર 379 નવના કેસો નોંધાયા છે. આ સાથે જ સક્રિય કેસો પણ ઘટ્યા છે દેશમાં હવે સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 50 હજાર 594 પર આવી ચૂકી છે.આ સામાન સમયગાળા દરમિયાન દેશમાં સંક્રમણને કારણે વધુ 27 લોકોના મોત નિપજ્યા છે. જો કે વિતેલા દિવસની સરખામણીમાં આજના નોંધાયેલા કેસનો આંકડો થોડો વધુ છે.

આ સાથે જ હવે સક્રિય કેસો કુવલ કેસોના 0.11 ટકા જ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં જો સાજા થનારા દર્દીઓની વાત કરવામાં આવે તો 1 હજાર 742 દર્દીઓએ કોરોનાને માત આપી છે આ સાથે જ હવે ર્દીઓનો રાષ્ટ્રીય સ્વસ્થ થવાનો દર વધીને 98.70 ટકા પર પહોંચ્યો છે.