- કોરોનામાં રાહત
- 8 હજાર 488 કેસ છેલ્લા 1 દિવસમાં સામે આવ્યા
- છેલ્લા વર્ષના મે મહિનાની સરખામણીમાં સૈથી ઓછા કેસ
દિલ્હીઃ- વિતેલા વર્ષથી શરુ થયેલી કોરોના મહામારી બાદ આજે પણ દેશના કેટલાક રાજ્યો આ મહામારીનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા કેસો પણ નોંધાઈ રહ્યા છે, ત્યારે જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો છેલ્લા એક દિવસમાં ફરીથી કોરોનાના નવા કેસોમાં મોટો ઘટાડો થયો છે .
મળતી માહિતી પ્રમાણે વિતેલા વર્ષના મે મહિનાથી અત્યાર સુધીમાં સૌથી ઓછા કેસ છે્લલા 24 કલાક દરમિયાન નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 8 હજાર 488 નવા કેસ સામે આવ્યા છે, જે છેલ્લા 538 દિવસમાં સૌથી ઓછા છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન કોરોનાના 12 હજાર 510 દર્દીઓ સાજા થયા છે.
જો દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યાની વાચત કરવામાં આવે તો તે સંખ્યા ઘટીને 534 દિવસની નીચી સપાટીએ આવી ગઈ છે. હાલમાં દેશમાં કોરોનાના 1 લાખ 18 હજાર 443 દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ આંકડો કુલ કેસના માત્ર 0.34 ટકા છે. જો કે, આ સમયગાળા દરમિયાન 249 કોરોના દર્દીઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 3 કરોડ 39 લાખ 34 હજાર 547 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રિકવરી રેટ પણ 98.31 ટકા પર પહોંચી ગયો છે, જે ગયા વર્ષના માર્ચ પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે. છેલ્લા 49 દિવસથી દૈનિક હકારાત્મકતા દર પણ સતત 2 ટકાથી નીચે જોવા મળી રહ્યો છે.